Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પ્રેમ આંધળો છે, એવું કહેવાય છે પરંતુ જેન જી (18-26 વર્ષના યુવાનો)ની આંખ આ વિષયમાં સંપૂર્ણપણે ખુલ્લી છે. જૂની પેઢી કરતાં આજના યુવાનોને ચહેરા અને કદ-કાઠીનો મોહ નથી. યુવતીઓ માટે તો એ સહેજપણ મહત્ત્વનાં નથી. હવે સાથી મેળવવા માટે ‘ટૉલ, ડાર્ક એન્ડ હેન્ડસમ’ જેવાં લક્ષણો તેમની પ્રાથમિકતા નથી પરંતુ પ્રામાણિક અને પ્રતિબદ્ધ હોય તેવો સાથી પહેલી પસંદ છે. ડેટિંગ-નેટવર્કિંગ એપ બંબલના અહેવાલમાં આ માહિતી બહાર આવી છે.


સરવેમાં જોડાયેલા 32% યુવાનોએ કહ્યું કે પ્રેમનો આકાર નથી હોતો. એટલે કે કોઈ ચોક્કસ પ્રકારનો સાથી મળશે ત્યારે જ પ્રેમ થશે કે સંબંધ બંધાશે, એવું નથી હોતું. કારણ કે પ્રેમ માત્ર શારીરિક સૌંદર્ય નથી. એટલે યુવાનો પોતાને ગમે તેવો સાથી ન મળવા છતાં ડેટિંગ અને જીવનભર સાથે રહેવા તૈયાર છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે વિચારોની આ મુક્તતા યુવાનો કરતાં યુવતીઓમાં વધુ પ્રાસંગિક છે. 41% યુવતીઓએ કહ્યું કે પોતાને ગમે તેવો હોય એ જ સારો સાથી, એવું નથી હોતું. જ્યારે આ વાત કહેનારા માત્ર 37% યુવાનો જ છે. 52% યુવાનો પ્રામાણિક અને સ્પષ્ટ સાથી ઇચ્છે છે.

સંબંધો વધારવા માટે આ એક જ શરત મહત્ત્વની છે. અહેવાલ પ્રમાણે જેન જી જીવનસાથી પસંદ કરવા અંગે વધુ પ્રામાણિક અને સંવેદનશીલ છે. આથી સ્ટેટસને પડકારવામાં પણ ખચકાટ નથી રાખતા. તેઓ પોતાની શરતો અને સુવિધા પ્રમાણે ડેટ કરે છે. સંબંધો બનાવવામાં સોશિયલ મીડિયા પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 27% યુવાનોએ કહ્યું કે તેઓ પોતાના સાથી વિશે સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરવા ઇચ્છે છે.