Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બ્રિટનમાં 5 સપ્ટેમ્બરે વડાપ્રધાન બનેલાં લિઝ ટ્રસને તેમની પાર્ટીએ 24 ઓક્ટોબર સુધી પદ છોડવા અલ્ટિમેટમ આપી દીધું છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોએ તેમને પીએમ પદ માટે અયોગ્ય ગણાવતા કહ્યું કે ટ્રસે દોઢ મહિના પહેલાં જે વાયદા કર્યા હતા તેનાથી યુ-ટર્ન મારી લીધો છે એટલા માટે તેમણે પદ છોડી દેવું જોઈએ.


તેમની પાર્ટીના 100 સાંસદોના જૂથે સોમવારે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. સાથે જ લિઝ વિરુદ્ધ અવિશ્વાસપત્ર ગ્રાહમ બ્રેન્ડીને સોંપ્યો હતો. બ્રેન્ડી પાર્ટીની એક સમિતિના પ્રમુખ છે જે નેતાની ચૂંટણી યોજે છે. આ સમિતિએ 6 અઠવાડિયાં પહેલાં લિઝને પાર્ટીના લીડર તરીકે ચૂંટ્યાં હતાં ત્યારે ભારતીય મૂળના ઋષિ સુનક પીએમ પદની રેસમાં પાછળ રહી ગયા હતા. તેમણે નાણામંત્રી પદ પણ છોડી દીધું હતું. હવે તે ફરીથી દાવેદાર બનીને ઉભર્યા છે.

ખરેખર કન્ઝર્વેટિવ પાર્ટીએ લિઝ વિરુદ્ધ આ અભિયાન એટલા માટે શરૂ કર્યું છે કેમ કે તેમણે ટેક્સમાં ઘટાડાના પોતાના મુખ્ય વાયદાથી યુ-ટર્ન લઈ લીધો છે. તેનાથી પાર્ટીની છબિ ખરડાઈ રહી છે.

હવે પાર્ટીના સાંસદોના એક મોટા જૂથને એવું લાગે છે કે સુનકને વડાપ્રધાન બનાવી સરકાર તેની લાજ બચાવી શકે છે. સુનક નાણામંત્રી રહી ચૂક્યા છે. લિઝ પદેથી હટશે તો જેરેમી હન્ટને પણ પીએમ બનવાની તક મળી શકે છે. હન્ટ નાણામંત્રી છે. સોમવારે તેમણે ગત દિવસોમાં કરાયેલા તમામ પ્રકારના ટેક્સ ઘટાડાને પાછા ખેંચી લીધા હતા.