ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે. જ્યાં કિવીઓ 9 માર્ચે દુબઈના મેદાન પર ભારતીય ટીમનો સામનો કરશે. બુધવારે લાહોરમાં રમાયેલી બીજી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રનથી હરાવ્યું.
ન્યૂઝીલેન્ડે આપેલા આવેલા 363 રનના ટાર્ગેટને ચેઝ કરતા આફ્રિકન ટીમ 9 વિકેટે માત્ર 312 રન જ બનાવી શકી. કેપ્ટન મિચેલ સેન્ટનરે 3 વિકેટ લીધી. મેટ હેનરી અને ગ્લેન ફિલિપ્સે 2-2 વિકેટ લીધી. સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે સદી ફટકારી હતી. તેણે 67 બોલમાં સદી ફટકારી. કેપ્ટન ટેમ્બા બાવુમા (56 રન) અને રાસી વાન ડેર ડુસેન (69 રન)એ ફિફ્ટી ફટકારી હતી.
કિવી ટીમ તરફથી રચિન રવીન્દ્ર (108 રન) અને કેન વિલિયમસન (102 રન)એ સદી ફટકારી હતી, જ્યારે ડેરીલ મિચેલ (49 રન) અને ગ્લેન ફિલિપ્સે (49* રન) બનાવ્યા હતા. સાઉથ સાફ્રિકા તરફથી લુંગી એન્ગિડીએ 3 વિકેટ લીધી. રબાડાએ 2 વિકેટ લીધી. વિયાન મુલ્ડરે એક વિકેટ લીધી.