Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મહાનગરપાલિકા સંચાલિત ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું લોકપ્રિય સ્થળ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવે છે. જન્માષ્ટમીના તહેવારોમાં અંદાજિત 750000 મુલાકાતીઓ આવે છે. નિયમિત રીતે ઝૂ દર શુક્રવારે બંધ રાખવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે જન્માષ્ટમીના તહેવારોમાં દરમિયાન શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓને રજામાં ફરવા માટે સ્થળ મળી રહે તે માટે 8મીએ શુક્રવારે પણ ઝૂ ખુલ્લું રાખવા માટે મનપાએ નિર્ણય લીધો છે. જ્યારે રામવન અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ પણ રજા પાળ્યા વગર ખુલ્લા રહેશે.

તહેવારોમાં મુલાકાતીઓની સંખ્યા ધ્યાનમાં રાખીને પ્રાણીસંગ્રહાલય ખાતે મુલાકાતીઓને લાંબી લાઈનમાં ઊભા ન રહેવું પડે તે માટે વધારાના ટિકિટ કાઉન્ટર પણ ઊભા કરવામાં આવેલ છે. વાહન પાર્કિંગમાં અવગડતા ન પડે તે માટે વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓના કુલ 550 વન્યપ્રાણી-પક્ષીઓ છે.