રાજકોટના સાંસ્કૃતિક વારસા અને સુંદરતાનું અન્વેષણ કરતા ફોટોગ્રાફ્સના સંગ્રહનું પ્રદર્શન INTACH રાજકોટ ચેપ્ટર અને કલા કલેક્ટિવ તરફથી “ફ્રેમિંગ અવર રૂટ્સ” શિર્ષક હેઠળ આગામી તા.17થી 19મી દરમિયાન સવારે 10:30થી સાંજે 8 વાગ્યા સુધી નવી કલેકટર કચેરીની સામે જામટાવર ખાતે યોજાશે.પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટના વ્યાવસાયિકોએ આયોજક ટીમના સહયોગથી ‘ફ્રેમિંગ અવર રૂટ્સ’ પ્રદર્શન યોજાશે.