Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી નિર્ધારિત સમયે માર્ચથી મે 2024 વચ્ચે આવવાની સંભાવના છે અને તેના ભાગરૂપે મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે જે મુજબ આગામી તા.7મી ઓક્ટોબરથી મતદારયાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થશે અને મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.5 જાન્યુઆરી, 2024ના રોજ થશે. મતદારયાદીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓની બદલી અને રજા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ભારતીય ચૂંટણી પંચની તા.1-1-24ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની સૂચના મુજબ સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ 17 ઓક્ટોબરે કરવામાં આવશે. આ અંગેના હક્ક-દાવા અને વાંધા અરજીઓ 17 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કરી શકાશે. મતદારયાદી અંગેની ખાસ ઝુંબેશ તા.28 અને 29 ઓક્ટોબર તથા 4 અને 5 નવેમ્બરે યોજાશે જે અંગેના હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ 26 ડિસેમ્બર સુધીમાં કરવામાં આવશે તથા આ અદ્યતન મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી કરી આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની, ડેટા બેઝ અદ્યતન કરવાની અને પુરવણી યાદીઓ જનરેટ કરવાની કામગીરી તા.1-1-24 સુધીમાં કરવામાં આવશે તથા મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.5-1-24ના રોજ કરવામાં આવશે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત બેન્ક, એલઆઈસી, યુનિવર્સિટી, બીપીસીએલ સહિતની 12થી વધુ કચેરીના હેડની વિગતો ચૂંટણી તંત્ર દ્વારા માગવામાં આવી છે.