Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષ

FOUR OF CUPS

આજનો દિવસ ઉદાસભર્યો જશે. લાગણીઓ પર કંટ્રોલ રાખીને મનની વાત સાંભળવાનો પ્રયાસ કરવો. આર્થિક રીતે લાભદાયી ઑફર મળશે. વેપારમાં નવી પાર્ટનરશિપની ઑફર ટાળવી. સામાજિક સમારંભમાં જવાનું ટાળો. ગૃહિણીઓ ઘરના કામમાં ધ્યાન આપી શકશે નહીં. જરૂરી કામ લાપરવાહીને કારણે અધૂરું રહેશે.

કરિયર- ટીમમાં સપોર્ટ ઓછો મળવાને કારણે પ્રોજેક્ટ સમયસર પૂરો થશે નહીં. ઑફિસમાં નવી બાબતો શીખવાની ના પાડી તો ભવિષ્યમાં ભારે નુકસાન થઈ શકે છે.

લવ- પાર્ટનરની નાનામાં નાની વાતમાં ધ્યાન આપો. જૂના સંબંધો ફરી તાજા થશે.

સ્વાસ્થ્ય- પાણી ઓછું પીવાને કારણે માથાનો દુખાવો, ચક્કર આવી શકે છે. આળસ દૂર કરવા કુદરતી વાતાવરણમાં સમય પસાર કરો.

લકી કલર-જાંબલી

લકી નંબર- 5

***

વૃષભ

THE DEVIL

ભૌતિક લાલસા તીવ્ર બનશે. જિદને કારણે સ્ટ્રેસ વધી શકે છે. આર્થિક સ્થિતિને કારણે દેવું કરવું પડે તેવી શક્યતા છે. વર્ક કલ્ચરને કારણે માનસિક થાક લાગી શકે છે. ગૃહિણીઓ વધુ પડતો ખર્ચ કરીને બજેટ બગાડી શકે છે.

કરિયર- ઑફિસમાં બોસના દબાવમાં આવીને કામ કરવાનું થશે. પ્રોજેક્ટ્સમાં ક્રેડિટ ચોરીની શક્યતા છે. ડોક્યુમેન્ટ્સ સાચવીને રાખો. નોકરી ચેન્જ કરવાનો વિચાર આવશે, પરંતુ આર્થિક ડરને કારણે અમલ કરતા દસ વાર વિચારશો.

લવ- ઈર્ષ્યાને કારણે વિવાદ થવાની શક્યતા. લગ્નજીવનમાં પૈસાને પ્રેમ કરતાં વધુ મહત્ત્વ આપવાની ભૂલ ના કરવી. અપરિણીત જાતકોએ વિશ્વાસઘાતથી બચવું.

સ્વાસ્થ્ય- જંકફૂડ લેવાનું ટાળો. નેગેટિવિટીથી બચો. ચેપનું જોખમ ના લો. સ્વચ્છતાનું ધ્યાન રાખો.

લકી કલર- બરગંડી

લકી નંબર- 7

***

મિથુન

FIVE OF SWORDS

પડકારોનો સામનો કરવો પડશે. પરિવારમાં વૃદ્ધ ને યુવાનો વચ્ચે વિચારોમાં મતભેદો થશે. વેપારમાં વિરોધીઓની ચાલથી બચવું. ગૃહિણીઓ પરિવારમાં ચાલતા ટેન્શનને શાંત કરવાનો પ્રયાસ કરશે.

કરિયર- ટીમમાં ક્રેડિટ લેવાની હોડમાં છેતરપિંડીનો અહેસાસ થશે. જૂના પ્રોજેક્ટ્સની નિષ્ફળતાનું ઠીકરું તમારા માથા પર ફોડવામાં આવી શકે છે. પુરાવાઓ ભેગા કરીને રાખવા હિતાવહ છે.

સ્વાસ્થ્ય- માનસિક અશાંતિને કારણે અપૂરતી ઊંઘની ફરિયાદ રહેશે. રાતના હર્બલ ચા પીવી. મસાલેદાર ભોજન ટાળો.

લવ- પાર્ટનર સાથે વિવાદની શક્યતા. એક્સ સાથી સાથેના સંબંધો ફરી તાજા કરશો તો જીવનમાં તોફાન આવી શકે છે.

લકી કલર- બ્લૂ

લકી નંબર- 1

***

કર્ક

PAGE OF WANDS

આજનો દિવસ ઉત્સાહી રહેશે. પરિવારના યુવાનો ક્રિએટિવ કામ કરશે. અન્ય સોર્સથી આવક થવાની શક્યતા છે. વેપારીઓ અલગ પ્રકારના પ્રોજેક્ટ્સ લૉન્ચ કરે તેવી શક્યતા છે.

કરિયર- નવી ટીમ કે ડિપાર્ટમેન્ટમાં શીખવાની તક મળશે. કોઈ જૂના આઇડિયાને ડિજિટલ પ્લેટફોર્મ પર લૉન્ચ કરવાની શરૂઆત થશે. જુનિયર સ્ટાફને મેન્ટર કરવાથી લીડરશીપ સ્કિલ્સ બહાર આવશે. ઑફિસ ઇવેન્ટ્સમાં ભાગ લેવાથી નેટવર્કિંગ વધશે.

લવ- પાર્ટનર સાથે એડવેન્ચર બેઝ્ડ ડેટ પ્લાન કરો. અપરિણીત જાતકો સો.મીડિયામાં ક્રિએટિવ વ્યક્તિ સાથે ચેટ કરે તેવી સંભાવના છે. જૂના મિત્રો સાથેના સંબંધો ફરી તાજા થશે.

સ્વાસ્થ્ય- હાથ-પગમાં દુખાવો થશે. સવારમાં એનર્જી ફિલ થાય તે માટે ધ્યાન ધરો અને વિટામિન B યુક્ત આહાર લો. આંખનો થાક દૂર કરવા સ્ક્રીન બ્રેક લો.

લકી કલર- આસમાની

લકી નંબર- 6

***

સિંહ

THE HIEROPHANT

આજના દિવસે ધાર્મિક અનુષ્ઠાન પર ભાર મૂકશો. આર્થિક નિર્ણયમાં બેંક અથવા નાણાકીય સલાહકારે સૂચવેલી યોજનાઓ લાભદાયી રહેશે.

કરિયર- ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લેવાથી સ્કિલ સુધરશે. ટીમને કંપનીના નીતિ-નિયમો સમજાવવાની જવાબદારી મળશે.

લવ- પાર્ટનર સાથે ધાર્મિક વિધિમાં ભાગ લેશો. અપરિણીત જાતકો ભાવિ પાર્ટનરને મળી શકે છે.

સ્વાસ્થ્ય- ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. સતત એકધારા રૂટિનને કારણે કંટાળો આવવાની શક્યતા છે તો બ્રેક લેવો જરૂરી.

લકી કલર- સિલ્વર વ્હાઇટ

લકી નંબર- 3

***

કન્યા

KING OF PENTACALS

આજના દિવસે સંપત્તિ કે રોકાણ અંગેની સલાહ ગંભીરતાથી લેવી. કોઈ પ્રોજેક્ટમાં સારું પ્રદર્શન કરીને પરિવારને ખુશ કરી શકશો. સોનાના ભાવ વધવાથી આર્થિક ફાયદો થશે.

કરિયર- ક્રોસ-ફંક્શનલ પ્રોજેક્ટની લીડરશીપ મળી શકે છે. સેમિનારમાં જવાથી ઓળખાણ વધશે.

લવ- પાર્ટનર સાથે આર્થિક ચર્ચા કરવાનો યોગ્ય સમય છે. અપરિણીત જાતકોનો સંબંધ થવાની શક્યતા છે.

સ્વાસ્થ્ય- કમરના દુખાવાથી બચવા બેસવાની આદત સુધારો. માનસિક શાંતિ માટે નાણાકીય યોજનાઓ લખીને રાખો.

લકી કલર- લીલો

લકી નંબર- 5

***

તુલા

THE HERMIT

આજના દિવસે આત્મમંથન કરવાની જરૂર પડશે. આત્મનિર્ભરતા શીખવાની તક મળશે. આર્થિક નિર્ણયો લેશો.

કરિયરઃ જટિલ સમસ્યાઓનું સમાધાન નીકળશે. સિનિયરના માર્ગદર્શનને કારણે સ્કિલ વધશે. પ્રોફેશનલ કોર્સ કરવાનો યોગ્ય સમય છે.

લવ- સંબંધમાં લાગણી વધશે. અપરિણીત જાતકો સમજી વિચારીને પાર્ટનરની પસંદગી કરે.

સ્વાસ્થ્ય- માનસિક શાંતિ માટે મોર્નિંગ વૉક કરો. દુખાવામાં રાહત માટે યોગ કરો.

લકી કલર- ગ્રે

લકી નંબર-2

***

વૃશ્ચિક

SIX OF PENTACALS

આજનો દિવસ પરિવાર માટે સારો રહેશે. આજે બોનસ અથવા અટકેલાં પૈસા પરત મળવાની શક્યતા છે.

કરિયર- કાર્યક્ષેત્રમાં સિનિયરનું માર્ગદર્શન મળશે. જુનિયરને મેન્ટર કરવાની તક પણ મળી શકે છે. ચેરિટી વર્કમાં ભાગ લઈને અન્યને પ્રભાવિત કરી શકશો.

લવ- પરિણીત યુગલ પારિવારિક યોજનાઓ સાથે રહીને બનવાશે. અપરિણીત જાતકોએ લાગણી પર કંટ્રોલ રાખવો જરૂરી

સ્વાસ્થ્ય- હાથમાં દુખાવો થશે. એક્સર્સાઇઝ કરવી જરૂરી. પાણી ઓછું પીવાને કારણે માથાનો દુખાવો રહેશે.

લકી કલર- પીળો

લકી નંબર- 3

***

ધન

FOUR OF PENTACALS

આજના દિવસે સુરક્ષા ને કંટ્રોલની પ્રવૃત્તિ પ્રબળ બનશે. પરિવારના વૃદ્ધ વ્યક્તિઓ આર્થિક સાવચેતી રાખવાની સલાહ આપશે. બાળકોની જિદને કારણે ઘરનું વાતાવરણ થોડું સ્ટ્રેસવાળું રહેશે. વેપારમાં નવું રોકાણ કરવાનું ટાળો.

કરિયર- નવી જવાબદારીથી બચવાનો પ્રયાસ કરશો. ટીમમાં તમામની ડ્યૂટી સ્પષ્ટ કરવાની જરૂર પડશે.

લવ- પાર્ટનરની સ્વતંત્રતા અંગે ચિંતા રહેશે. કંટ્રોલ કરવાથી વિવાદ થશે.

સ્વાસ્થ્ય- પગમાં દુખાવો થશે, અપૂરતી ઊંઘની ફરિયાદ રહેશે. પેટની સમસ્યા થઈ શકે છે.

લકી કલર- બ્લેક

લકી નંબર- 8

***

મકર

KING OF SWORDS

આજનો દિવસ નિર્ણાયક સાબિત થશે. પરિવારના વૃદ્ધો નાણાકીય સલાહ આપશે. વિવાદનો ઉકેલ આવવાની શક્યતા છે. સંબંધીઓ પાસેથી મળેલી માહિતી ઉપયોગી બની રહેશે.

કરિયર- ટીમમાં ટ્રાન્સપરન્સી રાખીને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવો.

લવ- સંબંધોમાં રહેલા મતભેદોનો ઉકેલ લાવો. પરિણીત યુગલ સાથે રહીને નાણાકીય યોજનાઓ બનાવશે.

સ્વાસ્થ્ય- ગરદન અથવા ખભાનો દુખાવો રહેશે. સતત ડેસ્કનું કામ કરવાને કારણે પીડા થાય તો સ્ટ્રેચિંગ કરો. થાક દૂર કરવા ગેમ્સ કે પઝલ્સ રમો.

લકી કલર રૉયલ બ્લૂ

લકી નંબર- 3

***

કુંભ

QUEEN OF WANDS

આજનો દિવસ સામાજિક પ્રભાવનો દિવસ છે. બાળકો નવું-નવું શીખશે. આવકના સોર્સ વધવાની શક્યતા છે. વેપારમાં વૃદ્ધિ થશે.

કરિયર- ટીમને પ્રેરિત કરવા નવા પ્રોજેક્ટની શરૂઆત કરો. નેટવર્કિંગ વધશે. સિનિયર્સ કામની પ્રશંસા કરશે.

લવ- પાર્ટનર સાથે ફરવા જવાનો પ્લાન બનાવો. અપરિણીત જાતકોની કોઈક સાથે મુલાકાત થવાની સંભવાના છે.

સ્વાસ્થ્ય- પગમાં દુખાવો થવાની શક્યતા. મેડિટેશન કરો.

લકી કલર- ઓરેન્જ

લકી નંબર- 4

***

મીન

THE LOVERS

આજનો દિવસ લાગણીશીલ રહેશે. બાળકોને સાચાં-ખોટાંની શિખામણ આપીને નૈતિક મૂલ્યો શીખવશો. આર્થિક નિર્ણય લાભદાયી રહેશે.

કરિયર- સાથી કર્મચારીનો વિશ્વાસ જીતી શકશો. ક્રિએટિવ ટીમના પ્રોજેક્ટ્સનો ભાગ બનશો.

લવ- સંબંધોમાં વાતચીત કરવાથી વિશ્વાસ વધુ ગાઢ થશે. પૂર્વ પ્રેમી સાથેની મુલાકાત જીવનમાં તોફાન લાવી શકે છે.

સ્વાસ્થ્ય- તણાવને કારણે છાતીમાં દુખાવો. શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.

લકી કલર- જાંબલી

લકી નંબર- 7