Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષ

પોઝિટિવઃ- નવી વસ્તુઓ શીખવાની તક મળશે, અનુભવી વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓમાં વધારો થશે

નેગેટિવઃ- વધુ પડતો આત્મવિશ્વાસ નુકશાન કરાવી શકે છે, બાળકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો.

વ્યવસાયઃ ધંધામાં થોડી સમસ્યાઓ આવશે. કર્મચારીઓની ગતિવિધિઓ પર પણ યોગ્ય નજર રાખવી

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે. પરિવારમાં પરસ્પર સંબંધોમાં વધુ મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને ઊર્જાવાન અનુભવ કરશો.

***

વૃષભ

પોઝિટિવઃ- આત્મચિંતન કરવાથી માનસિક શાંતિનો અનુભવ થશે. વિદ્યાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળવાથી રાહત મળશે.

નેગેટિવઃ- ભવિષ્યની યોજના બનાવતી વખતે માત્ર તમારો નિર્ણય રાખો, અન્ય પર વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થઇ શકે છે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવાથી પરિસ્થિતિ બગડી શકે છે.

વ્યવસાયઃ- પૈસાના વ્યવહારમાં સાવચેતી રાખવી અતિ આવશ્યક છે, નોકરિયાત વર્ગને કામકાજમાં આજે વધારે ધ્યાન રાખવું

લવઃ- જીવનસાથીનો સહકાર અને સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પ્રેમ સંબંધોમાં નકારાત્મક બાબતને કારણે અંતર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- માઈગ્રેન, માથાનો દુખાવો થવાની સંભાવના છે

***

મિથુન

પોઝિટિવઃ- પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. કાર્ય અને કુટુંબમાં ઉત્તમ સંકલન પણ રહેશે. બાળકો અને યુવાનો તેમના લક્ષ્ય તરફ કેન્દ્રિત રહેશે.

નેગેટિવઃ- વ્યર્થ ખર્ચ પર સંયમ રાખવો, નકારાત્મક વલણ ધરાવતા લોકોના કારણે માનહાનિ થવાની સંભાવના છે.

વ્યવસાયઃ- તમે ક્ષમતા અને પ્રતિભાના બળ પર કોઈપણ સિદ્ધિ હાંસલ કરી શકશો. કોઈ પ્રોજેક્ટને લઈને તણાવ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પરંતુ પ્રેમ પ્રકરણના કારણે ઘરમાં અશાંતિ રહે છે.

સ્વાસ્થ્યઃ- એલર્જી થવાની સંભાવના જોવા મળી રહી છે

***

કર્ક

પોઝિટિવઃ- આજે કામની વ્યસ્તતા વધારે રહેશે, વિદ્યાર્થીઓને તેમની સમસ્યાનું સમાધાન મળશે.

નેગેટિવઃ- મૂંઝવણમાં અનુભવી લોકોની સલાહ લો. તણાવ લેવાને બદલે, ઉકેલ શોધવાનો પ્રયાસ કરો.

વ્યવસાયઃ- ધંધામાં ખર્ચ વધશે પણ આવકની સ્થિતિ યથાવત્ રહેશે,કામ અર્થે પ્રવાસના યોગ બની રહ્યા છે

લવઃ- ઘરની વ્યવસ્થાને લઈને પતિ-પત્ની વચ્ચે કેટલાક વૈચારિક મતભેદ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા સકારાત્મક વિચારો અને સુવ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખશે.

***

સિંહ:

પોઝિટિવઃ-- અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે, સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે અને સન્માન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમની બેદરકારીનો ભોગ બનવું પડી શકે છે. પડોશીઓ સાથે કોઈ વાદ-વિવાદમાં ન પડવું.

વ્યવસાયઃ- કર્મચારીઓનો સંપૂર્ણ સહકાર રહેશે. ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભદાયક સ્થિતિ સર્જાય તેવી સંભાવના જોવા મળી રહી છે

લવઃ- પરિવારના સભ્યો વચ્ચે તાલમેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ, કબજિયાતની સમસ્યા વધી શકે છે.

***

કન્યા:

પોઝિટિવઃ- આજે દિવસની શરુઆત શુભ કાર્યથી થશે. કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- મિત્ર કે સંબંધી સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. તમારા સ્વભાવ અને ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે, પ્રવાસને હાલ પૂરતો મુલતવી રાખવો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- ધંધાકીય કાર્ય વ્યવસ્થા સમાન રહેશે. મુશ્કેલ સમયમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. નાણામાં સ્થિરતા રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતાની ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ- નબળાઈ અને થાક જેવી સ્થિતિનો અનુભવ કરશો.

***

તુલા

પોઝિટિવઃ- આજનો દિવસ તમારા માટે અનેક પડકાર લઈને આવશે જનક છે. વાંચનમાં યોગ્ય સમય પસાર કરી શકશો.

નેગેટિવઃ- આર્થિક બાબતોમાં બજેટનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ રહેશે

વ્યવસાયઃ- બિઝનેસમાં નવું કામ શરૂ કરવાની યોજના સફળ થશે. તમારી મહેનત બદલ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે.

લવઃ- પરિવારને પ્રાધાન્ય આપવાથી વાતાવરણ મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં સમય પસાર કરવાની તક મળશે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે.

***

વૃશ્ચિક:

પોઝિટિવઃ- તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે. કોર્ટ સંબંધિત કાર્યવાહીમાં સફળતા મળશે, સમસ્યાનું નિરાકરણ થતાં તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

નેગેટિવઃ- યુવાનોએ નકારાત્મક વલણ ધરાવતા મિત્રોથી અંતર રાખવું જોઈએ.

વ્યવસાયઃ- રાજકીય કાર્યમાં થોડી અડચણ આવી શકે છે, સરકારી નોકરીમાં જોડાયેલા લોકોને અનિચ્છનીય જગ્યાઓ પર કામ મળવાથી પરેશાની થશે.

લવઃ- પરિવારમાં પરસ્પર સંવાદિતાની ભાવના રહેશે. યંગસ્ટર્સ પ્રેમ સંબંધોમાં સમય પસાર કરે છે

સ્વાસ્થ્યઃ- તણાવ અને થાક તમારી કાર્ય ક્ષમતાને અસર કરી શકે છે.

***

ધન

પોઝિટિવઃ- દિવસનો મોટાભાગનો સમય સામાજિક કાર્યોમાં પસાર થશે, બાળકો સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ અને યુવાનોએ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ક્યારેક આળસ અને સુસ્તીના કારણે તમારી દિનચર્યા પણ ખોરવાઈ શકે છે. કોઈપણ નિર્ણય લેવામાં અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો.

વ્યવસાયઃ- વેપારની સ્થિતિમાં થોડો સુધારો થશે. કેટલાક નવા નિર્ણયો પણ લેવાશે. ઓનલાઇન સંપર્કો પર વધુ ધ્યાન આપો.

લવઃ- પરિવારના સભ્યો સાથે આનંદમય દિવસ પસાર થશે.

સ્વાસ્થ્યઃ- ઠંડી વસ્તુનું સેવન આપના સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે.

***

મકર

પોઝિટિવઃ-આજનો દિવસ તમારા માટે સકારાત્મક બદલાવ લાવશે લાવી રહ્યો છે.વડીલોના આશીર્વાદથી દિવસ સારો પસાર થશે.

નેગેટિવઃ- ભાવનાઓમાં વહીને ઉતાવળમાં વચન ન આપવું. અન્યથા તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ- સરકારી કામમાં કોઈ પ્રકારનો અવરોધ આવી શકે છે. ઉચ્ચ અધિકારી પાસેથી માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું સંપૂર્ણ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- આજનો દિવસ માનસિક અને શારીરિક રીતે પ્રફુલ્લિત રહેશે

***

કુંભ

પોઝિટિવઃ- વ્યસ્ત હોવા છતાં તમે તમારા અંગત કામ માટે પણ સમય કાઢી શકશો, ઘરે નવા મહેમાનના આગમનથી આનંદનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- કોઈ પણ નિર્ણય લેતી વખતે સારા-ખરાબ પાસાઓનો વિચાર કરવો જરૂરી છે, આજે કોઈ પણ પ્રકારની મુસાફરી ટાળવી.

વ્યવસાયઃ- આજે ભવિષ્યની કોઈપણ કાર્યવાહીની યોજના બનાવવી યોગ્ય નથી. નોકરીયાત લોકો પર કામનો બોજ હળવો રહેશે

લવઃ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા હવામાનને કારણે કફ વગેરે રહી શકે છે. આયુર્વેદિક દવાઓનું સેવન ફાયદાકારક રહેશે

***

મીન

પોઝિટિવઃ- આગળ વધવાની ઈચ્છા તમારા આત્મવિશ્વાસ અને કાર્ય ક્ષમતામાં વધારો કરશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ જળવાઈ રહેશે.

નેગેટિવઃ- બાળકો સંબંધિત કોઈપણ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. ઘરમાં અચાનક મહેમાનો આવવાથી સમય અને પૈસા ખર્ચ થશે.

વ્યવસાયઃ- આજે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવાથી સાનુકૂળ પરિણામો પ્રાપ્ત થશે.વ્યાપાર માટે પ્રયાસ કરી રહેલા યુવાનોને કોઈ સારા સમાચાર મળશે.

લવ-વૈવાહિક સંબંધોમાં નિકટતા આવશે. તેમજ ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે તમારા આહારમાં કોઈપણ પ્રકારની બેદરકારી રાખવી નહીં