Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇટાલીમાં વડાપ્રધાનપદની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું. નવા વડાપ્રધાનની રેસમાં 45 વર્ષનાં જ્યોર્જિયા મેલોની સૌથી આગળ છે. ચૂંટણીમાં જ્યોર્જિયાના નેતૃત્ત્વ હેઠળના રાષ્ટ્રવાદી પક્ષોના ગઠબંધનની જીતની શક્યતા છે.


એક પોલ મુજબ આ ગઠબંધનનો વોટ શેર 47% થઇ ગયો છે. જ્યોર્જિયા બ્રધર્સ ઑફ ઇટાલી પાર્ટીના નેતા છે. આ પક્ષ જમણેરીઓનો મુખ્ય પક્ષ છે, જે તેના રાષ્ટ્રવાદી એજન્ડાને કારણે વિરોધીઓથી આગળ ચાલી રહ્યો છે. મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહ્યું. ચૂંટણીનું પરિણામ ભારતીય સમયાનુસાર આજે બપોર સુધીમાં આવી શકે છે. જ્યોર્જિયા જીતશે તો બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર ઇટાલીમાં કોઇ જમણેરી નેતા વડાપ્રધાન બનશે.