લંડનના લોર્ડ્સના મેદાન પર ચાલી રહેલી એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ દરમિયાન હંગામો થયો હતો. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સિરીઝની બીજી મેચના પહેલા દિવસે ઓઇલનો વિરોધ કરી રહેલા 2 વિરોધીઓ મેદાનમાં ઘૂસી ગયા હતા. જેના કારણે થોડીવાર માટે રમત રોકવી પડી હતી.
ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે વિરોધીઓને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. વિકેટકીપર જોની બેયરસ્ટો બાદમાં એક વિરોધીને મેદાનની બહાર લઈ જતા જોવા મળ્યો હતો.