ધોરાજીમાં રસ્તા, જન્માષ્ટમી લોકમેળાના ગ્રાઉન્ડના રીપેરીંગ કામ મામલે પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ આંદોલન કરવાની ચીમકી તંત્ર વાહકોને આપી છે. ધોરાજી શહેરમાં રોડ રસ્તાની કફોડી હાલત, ગંદકી, કચરાના ઢગલા અને ડહોળા પાણી વિતરણ સહિતની સમસ્યાઓ ઉકેલવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નિવડ્યા ની લોક ફરીયાદો ઉઠવા પામી છે ત્યારે આગામી સમય એ તહેવારોનો સમય આવી રહ્યો છે હિન્દુ સમાજ નાં તમામ પવિત્ર તહેવારો રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે ધોરાજી શહેરમાં રોડ રસ્તાની હાલત અત્યંત કફોડી છે.
બિસ્માર રસ્તા રીપેરીંગ કામગીરી કરવા સહિતના પ્રશ્રો મામલે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજી નગરપાલિકાના વહીવટદારને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે. જેમાં જણાવાયું છે કે જન્માષ્ટમીની શોભા યાત્રાના રૂટ પર ખાડાઓ બૂરી દેવા, રસ્તાનું રીપેરીગં કરવું આવશ્યક છે, આ અંગે સમયસર આયોજન અને કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઓફિસ અથવા ઘરની સામે મોરચો લઈ હિન્દુ સમાજ ને સાથે રાખી તેમના નિવાસ્થાન સામે પણ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકમેળાની આવકમાંથી એકત્રિત થતી રકમ ધોરાજી શહેરના પ્રાથમિક આવશ્યક અને વિકાસલક્ષી કામોમાં વાપરવાની હોય છે પરંતુ વર્તમાન ધારાસભ્ય અને સાંસદના સૂચનથી ધોરાજી લોકમેળાની આવકના પૈસા ધોરાજી તાલુકાના અન્ય ગામોમાં જુદા જુદા કામો માટે વાપરવામાં આવ્યા છે.