Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જ્યાં અહંકાર હોય ત્યાં વિકાર હોય, પાસ થવું અને પ્રથમ આવવું એ બન્નેમાં ઘણો તફાવત છે. આજના સમયમાં મોટી મોટી સમસ્યામાં આપણે સ્થિર રહી શકીએ છીએ. પરંતુ જરૂરિયાત નાની નાની વાત- સમસ્યાને સમજવાની અને તેમાં સ્થિર રહેવાની છે. નાની પરિસ્થિતિ- સમસ્યામાં અટવાઈ જાય છીએ. જો તમે કોઈ પણ પરિસ્થિતિમાં ડિસ્ટર્બ થાવ છો તો એક બે વર્ષની શક્તિ વેડફાઈ જાય છે. આદત ભાગ્યની ગુલામ છે. જે પુરૂષાર્થ કરીને આગળ વધે છે તે એની શક્તિ વધી જાય છે. જેમ કોઇ ધનવાન વ્યકિત રૂ. 1 લાખ રૂપિયાનું અનુદાન આપે છે તેના કરતા કોઈ ગરીબ વ્યકિત રૂ. 100નું અનુદાન આપે તો તેની કિંમત વધી જાય છે. હિંમતનું એક કદમ ઉઠાવો, તેમ રાજકોટમાં આયોજીત અલગ-અલગ કાર્યક્રમ અંતર્ગત શિવાની દીદીએ જણાવ્યું હતું.

દરેક થોડા સમય પછી વિચારો કે નવું શું કરી શકાય છે? જેવું કંઈક નવું કરશો તો આત્માની સ્થિતિ બદલાઈ જાશે. કોઈપણ ઘટના, બનાવ હોય ત્યારે જે રિએક્શન હોય છે. તે મહત્વનું છે. ઘણી વાર જૂની વાત પકડીને ડિસ્ટર્બ થાય છીએ. તમારી સરખામણી કોઇની સાથે ના કરો. ડોક્ટરોને કહ્યું હતું કે તમે એક હિલર છો તમારી ઓરા પોઝિટિવ જ હોવી જોઈએ.

આજના સમયમાં બદલાવ આવ્યો છે કે દરેક ક્ષણનો ફોટો પાડવો. પછી તેને જોઈને આંનદ માણવામાં આવે છે એના બદલે તે જ સમયે અે ક્ષણનો કુદરતી રીતે આનંદ ઉઠાવો. તમે જે કાંઈપણ ક્રિએટ કરો છો તેની વાઈબ્રેશન દરેક પાસે જાય છે. આત્મા પરફેક્ટ હોય તો શરીર બીમાર ના થઈ શકે. આજના સમયમાં વ્યક્તિની ત્રણ હેલ્થ છે. એક ફિઝિકલ, એક મેન્ટલ હેલ્થ અને ત્રીજી ઈમોશનલ હેલ્થ. ઈમોશનલ હેલ્થના તમારે જ તબીબ બનવું પડશે. દિવસે ને દિવસે ઈમોશનલ હેલ્થમાં બદલાવ આવે છે. કોઈપણ સ્થિતિ હોય માનસિક રીતે સ્વસ્થ રહેવું જરૂરી છે. થાકેલું માઈન્ડ ઈન્ટિટયુશન નથી કરી શકતું. ડાયેટમાં ઈમોશનલ ડાયેટ કરવું જરૂરી છે.