રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશમાં આજે વધુ 9 મિલકત સીલ કરીને ત્રણ નળ જોડાણ કાપવામાં આવ્યા છે. શહેરનાં અલગ-અલગ વોર્ડમાં મળીને કુલ 15 મિલકતો જપ્ત કરવામાં આવી હતી અને રૂ. 26.59 લાખની રિકવરી કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.2માં સુભાષનગરમાં ભૂમિ પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોર પર બે અને રેલ્વે ટ્રેક નજીક શંકર વોચ કોર્નરમાં એક યુનિટ સીલ મારી દેવામાં આવ્યું છે.
વોર્ડ નં.3માં ભારત નમકીન, દેવકુંવરબા હાઇસ્કુલ પાસે, દાણાપીઠ પાસેના ડેલામાં નોટીસ અપાતા રીકવરી થઇ હતી. વોર્ડ નં. 4 કુવાડવા રોડના જય ગુરૂદેવ કોમ્પ્લેક્ષમાં દુકાન, મોરબી રોડની શાનદાર રેસીડેન્સીમાં દુકાન, આંગણવાડી બાજુમાં વેલનાથપરા-2માં પટેલ હાર્ડવેરમાં સીલ મારવામાં આવ્યા હતા. વોર્ડ નં.5ના પેડક રોડ, રણછોડનગરમાં અને પેડક રોડ પારૂલ ગાર્ડન નજીક, અલ્કા પાર્કમાં બે નળ જોડાણ કાપી નંખાયા હતા. આ ઉપરાંત પણ વોર્ડ નંબર 8, 12, 14, 15 અને 18માં પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આજે 9 મિલકતોને સીલ કરી 15ને જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. અને કુલ રૂ. 26.59 લાખની વસુલાત કરવામાં આવી છે.