ગોંડલના મોટાદડવા ગામે રહેતી દિવ્યાંગ મહિલાની મજબુરી અને એકલતાનો લાભ લઇ ગામના જ ત્રણ નરાધમ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. કાયદા અને ફરિયાદનું બહાનું આગળ ધરી પોલીસ કોઇ કાર્યવાહી કરે તે પહેલાં જ ગામના આગેવાનોએ સાથે મળી આ ત્રણે નરાધમ નાસી જાય તે પહેલાં પોલીસ હવાલે કરી દીધા હતા અને નાછૂટકે પોલીસે કાર્યવાહી કરવી પડી હતી.
ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે રહેતી 25 વર્ષની દિવ્યાંગ મહિલા સાથે ત્રણ નરાધમએ દુષ્કર્મ આચર્યાની બીના સામે આવી હતી. ભરબપોરના સમયે અત્યંત દિવ્યાંગ સાથે માનસિક અસ્થિર એવી 25 વર્ષની વયની યુવતીની એકલતાનો લાભ લઇ મોટાદડવાના જ રહીશ એવા ખોડ હોથી મૂંગરાભાઈ , અક્ષય મનુભાઈ બાબરીયા, હરેશ નાનજીભાઈ પરમાર આ ત્રણેય નરાધમો એ બપોરના સમયે આ યુવતીને બળજબરી સાથે દુષ્કર્મ આચરતા આજુબાજુના રહેવાસીઓને કશુંક અજુગતું બન્યાનો ખ્યાલ આવતા વિપુલ રાયધનભાઈ રાઠોડ તેમજ બાવજી મહેશભાઈ સહિત અનેક સેવાભાવી યુવાનો દોડી ગયા હતાં. યુવાનોએ તાબડતોબ પોલીસ સ્ટેશને દોડી જઇ આખી બીનાની જાણ કરી હતી પરંતુ પોલીસ રાબેતા મુજબ આળસ મરડવા તૈયાર ન હોઇ, યુવાનોએ જ પોલીસનું કામ આસાન કરી દીધું હતું અને ત્રણેને પકડી આટકોટ પોલીસ સ્ટેશન હાજર કર્યા હતા.
ગોંડલના મોટાદડવામાં દિવ્યાંગ મહિલાની મજબૂરીનો લાભ લઈ ત્રણ નરાધમનું દુષ્કર્મ