Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નવલખી મેદાનમાં આયોજિત નારી વંદના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં જ પ્રવચન કર્યુ હતુ. વડોદરા સાથેના સંસ્મરણો તાજા કરી વડોદરાના વિસ્તારો અને ખાણીપીણીને યાદ કર્યા હતા. નારી વંદના સંમેલનને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગણેશોત્સવની ધૂન અને નવરાત્રિની તૈયારીઓ વચ્ચે મહિલાઓ મોટી સંખ્યામાં આવી છે.

વડોદરાએ મને દિકરાની જેમ સાચવ્યો છે અને મારા જીવનના ઘડતરમાં વડોદરાનું યોગદાન રહ્યુ છે તેવો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, વડોદરા આવુ ત્યારે મારી જૂની યાદ તાજી થઇ જાય છે. વિસ્તારોનો નામજોગ ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, શાસ્ત્રી પોળ સાથે આત્મિયતા હતી તો રાજમહેલ રોડ, ખારીવાવ, વાડી, માંજલપુર, બાજવાડા, ઘડિયાળી પોળ, મકરપુરા, સમા, અકોટા,ગોત્રી, કારેલીબાગ, દાંડિયાબજારમાં એટલો બધો સમય વિતાવ્યો છે કે યાદોનો ભંડાર છે.

વડોદરા આવો એટલે લીલો ચેવડો, ભાખરવડી, પેંડા, સેવઉસળ બધુ યાદ આવે અને આ તમારા બધાનો સ્નેહ નીતરે છે. નારી શકિત વંદન અધિનિયમથી દેશની નારી શકિતનુ કરજ ઉતાર્યુ છે, નારી સશકિતકરણ માટે દેશમાં જે પ્રયાસો થયા તેમાં વડોદરાને સિમાચિન્હ ગણવામાં આવે છે. ગાયકવાડી સરકારમાં દીકરીઓને મફત અને ફરજિયાત શિક્ષણ હતુ અને મ.સ.યુનિવર્સિટીમાં ચાન્સેલર તરીકે મહિલા જ માર્ગદર્શન આપે છે.