ઑસ્ટ્રેલિયામાં કંપનીઓ અને તેમના ડાયરેક્ટર્સે બિઝનેસથી પ્રકૃતિને નુકસાનના ખતરાની ઓળખ કરીને તે અંગેની જાણકારી જાહેર કરવી પડશે. તેવું કરવા પર નિષ્ફળ રહેવા પર તેઓએ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ મહત્વપૂર્ણ જવાબદારીને લઇને નિયમોના ઉલ્લંઘન બદલ ઑસ્ટ્રેલિયન કોર્પોરેશન એક્ટ અંતર્ગત ડાયરેક્ટર્સને ખાનગી રીતે જવાબદાર ઠેરવી શકાય છે. દરમિયાન ડાયરેક્ટર્સ પર મોટો દંડ ફટકારાશે પરંતુ કંપનીનું મેનેજમેન્ટ સંભાળવા માટે અયોગ્ય પણ ઠહેરાવાય શકાય છે.
વકીલો અને પર્યાવરણ જૂથોએ આ મામલે એક વિસ્તૃત રિપોર્ટ જાહેર કર્યો છે. તેના લેખકોમાં સેબેસ્ટિયન હાર્ટફોર્ડ-ડેવિસ સામેલ છે. તેઓ વર્ષ 2016માં અપાયેલા એક અભિપ્રાય માટે જાણીતા છે. તેઓએ કંપનીઓના બોર્ડને ક્લાઇમેટ ચેન્જ સંબંધિત જોખમો પર વિચાર કરવામાં નિષ્ફળ રહેવા પર કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવાની ચેતવણી આપી હતી. જો કે આ પ્રકારની ચેતવણી જારી કરવાની આશા ઓસ્ટ્રેલિયાના મુખ્ય નિયામકો પાસે કરવામાં આવે છે. રોકાણ અને સલાહકાર ફર્મ પૉલિનેશન અનુસાર, તેના અપડેટ થયા બાદ આ અભિપ્રાય કોર્પોરેટ લીડર્સની વચ્ચે ખૂબ જ પ્રભાવશાળી રહ્યો હતો.