નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. ચૂંટણી જીત્યા બાદથી તેમને ખૂબ અભિનંદન મળી રહ્યા છે. મોદી તેમને સ્વીકારી રહ્યા છે અને દરેકને જવાબ પણ આપી રહ્યા છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ 4 દિવસ બાદ અભિનંદન સ્વીકાર્યા હતા. આ અભિનંદન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તરફથી હતા, જેમણે ભારત પર નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.
ટ્રુડોએ 6 જૂને મોદીને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, કેનેડા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પીએમ મોદીની સરકાર સાથે કામ કરવા તૈયાર છે. અમે માનવ અધિકાર, વિવિધતા અને કાયદાના પાલન પર કામ કરીશું. મોદીએ 4 દિવસ પછી ગઈકાલે આનો જવાબ આપ્યો હતો.