રેસ્ટોરન્ટમાં ટેબલ ખાલી હોય તોપણ ઘણી તૈયારીઓ પૂરી કરવી પડે છે. ગ્રાહક ક્યારે આવશે કોને ખબર અને ના પણ આવે. તેમ છતાં કર્મચારીઓને આખા દિવસનો પગાર ચૂકવવો પડે છે તે પણ પૉપ-અપ્સ (કાયમી જગ્યા વિના ભીડાવાળી જગ્યાએ નાનું કામચલાઉ સેટઅપ) અથવા સુપર ક્લબમાં ન હોય તેવું. લિઝ બેન્ડુર અને ડેનિયલ પાર્કર વિશ્વાસપૂર્વક કહે છે કે અહીં ગ્રાહકો ફિક્સ છે, તેથી ટેબલ હંમેશા ભરેલાં જોવા મળે છે. તેઓ કુશળતા અને વર્તનને કારણે અમારી પાસે આવે છે, તેથી જ અમારી સાથે જોડાયેલા રહે છે.
લિઝના કહેવા પ્રમાણે શરૂઆતના દિવસોમાં તેમણે ગોડાઉન અને ફર્નિચર સ્ટોર્સમાં પણ રસોઈ બનાવી છે. લિઝ અને ડેનિયલ કોરોના મહામારી પહેલાં શિકાગોના લોગન સ્ક્વેર સ્થિત એક રેસ્ટોરન્ટમાં સાથે કામ કરતાં હતાં પરંતુ લગભગ ત્રણ વર્ષ પહેલાં લૉકડાઉનને કારણે રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ હતી. પ્રતિબંધો હટ્યા પરંતુ કામ ન મળ્યું. પરિસ્થિતિને સુધારવામાં ઈનોવેશનનો પણ મોટો ફાળો છે, જેના કારણે જૂની વસ્તુઓ નવા સ્વરૂપમાં સામે આવી.
અમેરિકામાં પોપ-અપ રેસ્ટોરન્ટ્સ અને સુપર ક્લબ્સ તેમાંથી એક છે. 2022માં 2019ની તુલનામાં અહીં દસ ગણી ઓછી રેસ્ટોરન્ટ્સ ખૂલી, જ્યારે પોપ-અપ્સની સંખ્યા એક વર્ષમાં બમણી થઈ. તેનું મુખ્ય કારણ એ છે કે કામદારોને રોજગાર મળી રહ્યો છે. લિઝ અને ડેનિયલની વાતો ફક્ત ઉદાહરણો છે. જોકે, તેઓ એમ પણ કહે છે કે ખર્ચ અને મહેનત વધી છે તેમ છતાં તેઓ ખુશ છે કારણ કે માંગ પણ વધી છે.