શહેરના ઢેબર કોલોની પીડીએમ ફાટક પાસે રહેતા ભીમાભાઇ બાબુભાઇ સોલંકી નામના યુવાને તેના નાના ભાઇ રાજુ અને તેની પત્ની ગંગા સામે ઘરમાં ઘૂસી તોડફોડ તેમજ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. યુવાનની ફરિયાદ મુજબ, નાના ભાઇ સાથે પૈસાની લેતીદેતી થતી રહેતી હોય બે દિવસ પહેલા નાના ભાઇ રાજુએ ઘરે આવી રૂપિયાની માગણી કરી હતી.
દરમિયાન બુધવારે બપોરે પોતે ઘરે પહોંચતા ઘર પાસે રાખેલું બાઇક તોડફોડ કરેલી હાલતમાં જોવા મળ્યું હતું. જેથી ઘરમાં જઇને પુત્રને પૂછતા રાજુકાકા અને કાકી ધોકા સાથે ઘરે આવી પૈસા મુદ્દે ઝઘડો કરી બાઇકમાં નુકસાન કરી ધોકાથી પોતાને માર માર્યાનું જણાવ્યું હતું. થોડી વાર નાનો ભાઇ પ્રકાશ ઘરે આવ્યો હતો અને રાજુએ તેની સાથે પત્ની સાથે મળી ઘરમાં ઘૂસી ટીવી તોડી નાખ્યાની વાત કરી હતી. બંને ભાઇના ઘરમાં તોડફોડ કરી પુત્રને માર મારતા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.