ચોમાસાની વિદાય બાદ પણ માવઠું થયું હતું જેથી ખેતીપાકોને વ્યાપક નુકસાન થયું છે. હાલ પણ વાતાવરણ બદલતું રહેતું હોય ખેડૂતો ચિંતિત બન્યા છે.જો કે હજુ શિયાળાના આગમનને હજુ 15 દિવસ રાહ જોવી પડશે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધિમંત વઘાસિયાએ કહ્યું હતું કે, હાલ મિશ્ર ઋતુની અનુભૂતિ થઈ રહી છે.જે હજુ થોડા દિવસ યથાવત રહી શકે છે. બપોરના સમયે ગરમી જ્યારે સવાર અને સાંજના સમયે ઠંડી નો અહેસાસ થઈ રહ્યાં છે.
જો આ સ્થિતિ રહી તો વાદળો પણ છવાશે જો કે માવઠાની કોઇ જ શકયતા દેખાતી નથી જે એક સારા સમાચાર કહી શકાય જ્યારે ઠંડીની વાત કરીએ તો મહત્તમ તાપમાન 2 ડીગ્રી વધુ રહેતું હોય જેથી ઠંડીનો અનુભવ થતો નથી. જ્યારે નવેમ્બરમાં પશ્ચિમી વીક્ષોભ આવશે જેમની અસર થી પણ શિયાળા ના આગમનનું અનુમાન લગાવી શકાય છે.આ એક વરસાદી સિસ્ટમ હોય છે પરંતુ તે આપણે અહીંયા અસર થતી નથી બાદમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા થતી હોય છે બાદમાં ઠંડી ની શરૂઆત થાય છે.આ વર્ષે 8 દિવસ શિયાળો મોડો આવશે એટલે કે નવેમ્બરના બીજા અઠવાડિયા થી ઠંડી શરૂ થઇ જશે. ધિમંત વઘાસીયાએ વધુમાં જણાવ્યું હતું કે આપણે અહીંયા સામાન્ય રીતે શિયાળો ટૂંકો જ હોય છે ડિસેમ્બર અને જાન્યુઆરી માં જ કડકડતી ઠંડી જોવા મળતી હોય છે.