હિમાચલપ્રદેશમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે હજારો લોકો સાથે રૂ. 200 કરોડથી પણ વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ઠગોએ ક્રિપ્ટો ખાતાં ખોલાવીને અનેક લોકો પાસે પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવીને આ છેતરપિંડી કરી હતી. આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરાઈ છે પણ માસ્ટરમાઈન્ડ હજુ ફરાર છે. હાલ કાંગડા અને હમીરપુરમાં થયેલી ઠગાઈના જ આંકડા સામે આવ્યા છે. અન્ય શહેરોની માહિતી મળ્યા પછી ઠગાઈની રકમ રૂ. બે હજાર કરોડથી પણ વધુ હોવાની શંકા છે.