Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય શેરમાર્કેટમાં લિસ્ટેડ દરેક કંપનીઓનું માર્કેટકેપ 4 ટ્રિલિયન ડૉલરને આંબવા જઇ રહ્યું છે. અત્યારે તે 3.94 ટ્રિલિયન ડૉલર (328.71 લાખ કરોડ રૂ.) પર છે. આપણે આ ક્લબમાં સામેલ થનારો ચોથો દેશ છીએ. ભારતીય કંપનીઓના માર્કેટકેપમાં મજબૂતી પાછળ સ્મોલ અને મિડકેપ કંપનીઓનો વધતો દબદબો છે. ટોચની 100 કંપનીઓનો માર્કેટકેપમાં હિસ્સો 60% છે. બાકી કંપનીઓનો 40% છે, જે આ નાણાકીય વર્ષની શરૂઆતમાં 35% હતો.


આ વર્ષે કંપનીઓની માર્કેટકેપમાં 27%નો વધારો થયો છે. તેમાં ટોચની 100 કંપનીઓનું માર્કેટકેપ 17% વધીને 195 લાખ કરોડ રૂ. પર પહોંચ્યું છે. બાકી કંપનીઓનું માર્કેટકેપ 46% વધીને 133 લાખ કરોડ રૂ. પર પહોંચ્યું છે. સ્થિરતા અને સ્થાનિક પ્રવાહ તેને અસાધારણ માર્કેટ બનાવે છે.

આ વર્ષે ભારતીય કંપનીઓની વેલ્યૂ 13% વધી
ભારતીય માર્કેટકેપ અત્યાર સુધી 13% વધ્યું છે. તે અમેરિકા (16%) બાદ બીજી સૌથી મોટી તેજી છે. જ્યારે, ચીનનું માર્કેટકેપ 5.9% ઘટ્યું છે. દુનિયાનું સરેરાશ માર્કેટકેપ 9% વધીને 106 ટ્રિલિયન ડૉલર પર છે. હવે 4 ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કરતા ભારતની ગણના મોખરાના દેશોમાં થશે. હાલ અમેરિકા બાદ ભારતીય કંપનીઓનો ગ્રોથ વધારે છે.