Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આગામી માર્ચ માસમાં યોજવામાં આવે તેવી સંભાવના છે. ત્યારે રાજય ચૂંટણી પંચ દ્વારા 18 વોર્ડના રોટેશન જાહેર કરીને યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 72 પૈકી 50 બેઠકો અનામત રહેતા હવે 22 બેઠક સામાન્ય ઉમેદવારો માટે રહેશે. નવા રોટેશનના કારણે અનેક મહારથીઓને વોર્ડ બદલી અન્ય વોર્ડમાં ચૂંટણી લડવી પડે તેવી સ્થિતી ઉભી થઈ છે. 25 નગરસેવકો જયાંથી ચૂંટણી લડી હતી તેમાં ફેરફાર થયો હોવાથી તેમણે અન્ય વોર્ડમાં જવું પડે તેમ છે. પોતાના વોર્ડના બદલે ટિકિટ માટે અન્ય વોર્ડમાં દાવા નોંધાવવા પડે તેમ છે.


નવા જાહેર થયેલા રોટેશન રાજકીય પાર્ટીઓ માટે પડકારરૂપ છે. જોકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કહ્યું- BJPનાં કાર્યકરો હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે. ત્યારે રોટેશન બદલવાથી કોઈ ફેર પડશે નહીં. તો ભાજપનાં ઈશારે મેલીમુરાદે રોટેશન જાહેર થયાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. સાથે જ પ્રજા ભાજપથી ત્રસ્ત હોય તેનો લાભ પોતાને મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.