ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શુક્રવારે મોડી રાત્રે લુસાને ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડના લુસાને શહેરમાં રમાઈ રહેલી સ્પર્ધામાં નીરજે 5માં પ્રયાસમાં 87.66 મીટરનો થ્રો કર્યો હતો. નીરજનો આ 8મો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ છે. આ પહેલા ચોપરા એશિયન ગેમ્સ, સાઉથ એશિયન ગેમ્સ, ઓલિમ્પિક ગેમ્સ અને ડાયમંડ લીગ જેવી ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીતી ચૂક્યા છે.
ઈન્ટરનેશનલમાં નીરજનો આ 8મો ગોલ્ડ મેડલ છે. આ પહેલા નીરજ એશિયન ગેમ્સ, સાઉથ એશિયન ગેમ્સ, ઓલિમ્પિક્સ અને ડાયમંડ લીગમાં પણ ગોલ્ડ જીતી ચૂક્યો છે.
નીરજે 5માં પ્રયાસમાં 87.66 મીટર થ્રો કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો નીરજે તેના થ્રોની શરૂઆત ફાઉલથી કરી હતી પરંતુ પાંચમા પ્રયાસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.