દિલ્હી, પંજાબ, હિમાચલ અને ચંદીગઢના ઉત્તર ભારતીય રાજ્યો પછી પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસ સુધી 6 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
યુપી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં 29, 30 અને 31 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પણ પૂર્વીય રાજ્યોમાં દુષ્કાળમાંથી રાહત મળશે.
બિહારમાં આ વખતે અત્યાર સુધીમાં 49% ઓછો વરસાદ થયો છે. જ્યારે ઝારખંડમાં 49% ઓછો વરસાદ નોંધાયો છે. હાલના તબક્કે આગામી સપ્તાહ વરસાદથી ભીંજાશે. આ વખતે ઉત્તર ભારતમાં સરેરાશ 50% વધુ વરસાદ થયો છે.
આ દરમિયાન દિલ્હી, મહારાષ્ટ્ર, હિમાચલમાં શનિવારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના થાણે, પાલઘર અને રાયગઢમાં 29 જુલાઈએ ભારે વરસાદ થઈ શકે છે.