મહીસાગર જિલ્લામાં એક ચકચારી ઘટના સામે આવી છે, બેન્ક ના મેનેજરની હત્યા કરી લૂંટ ચાલવામાં આવી છે. બાલાસિનોરની ICICI બેન્ક માં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલ જેમની હત્યા કરી 1 કરોડ 17 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે.
બેંક મેનેજરની હત્યા કરી લૂંટ કરવામાં આવી
લુણાવાડા સતરામપુર હાઇવે રોડ પર ગોધર ગામ પાસે એક કાર બળેલી હાલતમાં મળી આવી હતી. ગતમોડી રાત્રીએ કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે, આ કાર બાલાસિનોર ICICI બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલની હતી. તેવું આનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. આ બળીને ખાખ થયેલ કારમાં એક પેટી પણ જોવા મળી રહી હતી ત્યારે સમગ્ર મામલે હાલ મેનેજર વિશાલ પાટીલની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ગોધર ગામ પાસે આગમાં કાર બળીને ખાખ થઈ હતી તે બનાવમાં સંતરામપુર પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ તપાસ કરી રહી હતી. આ સમગ્ર મામલે હાલ બેન્ક મેનેજરની અવાવરું સ્થળેથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે. સંતરામપુર થી કડાણા તરફ જવાના માર્ગ પરથી વિશાલ પાટીલનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડા, ડી વાય એસ પી, સંતરામપુર પોલીસ,એલ સી બી, એસ ઓ જી,સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર 1 કરોડ 17 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની હાલ માહિતી મળી રહી છે. સમગ્ર બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે.