Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આજે FIFA વર્લ્ડ કપમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. ખિતાબના દાવેદાર માનવામાં આવતા આર્જેન્ટિનાને વિશ્વની 49 નંબરની ટીમ સાઉદી અરેબિયાએ 2-1થી હરાવ્યું હતું. આ સાથે હવે આર્જેન્ટિના ગ્રુપ-સીમાં છેલ્લા સ્થાને પહોંચી ગયું છે.


સાઉદી અરેબિયાએ બીજા હાફમાં આક્રમક રમત બતાવતા બે ગોલ ફટકાર્યા હતા. અલ-શહરાનીએ 48મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. ત્યારપછી સાલેમ અલ-દવસારીએ 53મી મિનિટે ગોલ કર્યો હતો. આર્જેન્ટિના માટે લિયોનેલ મેસીએ 10મી મિનિટે પેનલ્ટી પર ગોલ કર્યો હતો. આ પછી તેની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી.

આ હાર સાથે આર્જેન્ટિનાનો સતત 36 મેચમાં અજેય રહેવાનો સિલસિલો તૂટી ગયો હતો. આ દરમિયાન તેઓએ 25 મેચ જીતી અને 11 ડ્રો થઈ હતી. આર્જેન્ટિના હવે 27 નવેમ્બરે મેક્સિકો અને 30 ડિસેમ્બરે પોલેન્ડ સામે રમશે. વર્લ્ડ કપના ઈતિહાસમાં સાઉદી અરેબિયાની આ ત્રીજી જીત છે.