સિંગાપોરમાં એક ભારતીય રસોઇયાને ત્રણ મહિનામાં બે સગીર છોકરીઓની છેડતી કરવા બદલ દોષી ઠરાવવામાં આવ્યો છે. આ કારણે તેને 3 મહિના અને ચાર અઠવાડિયાની સજા થઈ. દોષિતનું નામ સુશીલ કુમાર છે, જેની ઉંમર 44 વર્ષ જણાવવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, સુશીલે એક છોકરીની ટ્રેન સ્ટેશન પર અને બીજી લિફ્ટમાં છેડતી કરી હતી.
આ પછી બંનેએ તેમના પરિવારજનોને તેની ફરિયાદ કરી. પહેલો કેસ ઓગસ્ટ 2022નો છે. જ્યારે શેફ સુશીલ કુમારે સિંગાપોરના બૂન કેંગ ટ્રેન સ્ટેશન પર એક સગીરનું સરનામું પૂછવાના બહાને તેની છેડતી કરી હતી.