જામનગર, જૂનાગઢ, સુરત સહિતના શહેરોમાં ગરબા રમતા યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુની ઘટનાના પગલે ચોંકી ઉઠેલા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા અર્વાચીન રાસોત્સવના આયોજકોની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરે ખેલૈયાઓને ગરબા રમવા જતા પહેલા વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવા તથા રાસોત્સવના આયોજકોને રાઉન્ડની સમયમર્યાદા ઘટાડવા સૂચન કર્યું હતું. તેમજ તાલીમબદ્ધ સ્ટાફ સીપીઆર માટે રાઉન્ડ ધ ક્લોક ગ્રાઉન્ડ પર રાખવા સૂચના આપી હતી. તેમજ કોઇ મેડિકલ ઇમર્જન્સી સર્જાય અને 108 આવે તો તેના માટે વિક્ટિમ સુધી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા તાકીદકરી હતી.