Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. વરસાદના કારણે 3 દિવસમાં માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. ચોથા દિવસે બાંગ્લાદેશે 233 રન બનાવ્યા હતા, જે બાદ ભારતે 34.4 ઓવરમાં 285 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ત્યાર બાદ બાંગ્લાદેશે પણ બીજી ઇનિંગમાં 2 વિકેટ ઝડપી હતી.


ચોથા દિવસે વિરાટ કોહલી રન આઉટ થતાં બચ્યો તો પંત પર ભડકી ઊઠ્યો. આ પછી પંતે તેને ગળે લગાવ્યો. રોહિત શર્માએ એક હાથે ફ્લાઈંગ કેચ પકડ્યો હતો

46મી ઓવરમાં મોમિનુલ હકને મોહમ્મદ સિરાજના પ્રથમ બોલ પર અમ્પાયરે કેચ આઉટ આપ્યો હતો. મોમિનુલે લેન્થ બોલ પર ડિફેન્ડ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેને વાગીને શોર્ટ લેગ પર ઊભેલા યશસ્વી જયસ્વાલના હાથમાં ગયો.

ભારતે અપીલ કરી અને અમ્પાયરે આઉટનો નિર્ણય આપ્યો. મોમિનુલે રિવ્યૂ લીધો, રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ મોમિનુલના પેડ પર વાગ્યો હતો. તેથી અમ્પાયરને પોતાનો નિર્ણય બદલવો પડ્યો.