ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર અકસ્માત માટે કુખ્યાત બિલિયાળા પાસે વહેલી સવારે મોટરસાયકલને ડમ્પર ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક દેવીપુજક વૃદ્ધનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.બનાવના પગલે દોડી ગયેલી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી
પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણીના ભાડવા રોડ પર મફતીયાપરામાં રહેતા અને સેન્ટીંગનુ કામ કરતા દેવીપુજક વલ્લભભાઈ બાબુભાઇ સેખલીયા ઉ.61 વહેલી સવારે પોતાનું જીજે.૩ડીઆર.૩૬૦૮ નંબરનું મોપેડ લઈ કોટડા સાંગાણીથી ગોંડલ આવી રહ્યા હતા. ત્યારે નેશનલ હાઇવે બીલીયાળા પાસે રેતી ભરેલા જીજે 05 બીટી 8079 નંબર ના ડમ્પર ચાલકે હડફેટે લેતાં મોપેડ સહિત ફંગોળાયેલા વલ્લભભાઈ ડમ્પરના પાછલા વ્હીલમાં આવી જતા ચગદાઇ જવાથી તેમનુ ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યુ હતુ.બનાવ ની જાણ થતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.મૃતક વલ્લભભાઈને સંતાનમાં બે દિકરા છે.બનાવ અંગે તાલુકા પોલીસના પ્રતાપસિંહે તપાસ હાથ ઘરી છે.