Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતમાં ચીની સેનાની ઘૂસણખોરીને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારના ત્રણ મંત્રાલયોને નોટિસ પાઠવી છે. જેમાં ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલયનો સમાવેશ થાય છે.


આ નોટિસ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર જારી કરવામાં આવી છે. અરજીમાં સ્વામીએ કહ્યું છે કે ચીની સેનાએ લદ્દાખમાં 4000 ચોરસ કિલોમીટરથી વધુ જમીન હડપ કરી લીધી છે. તેમણે ગયા વર્ષે નવેમ્બરમાં આરટીઆઈ દ્વારા આ અંગે જવાબ માંગ્યો હતો.

જ્યારે તેમને આનો કોઈ જવાબ ન મળ્યો તો સ્વામીએ કોર્ટનો સંપર્ક કર્યો. હાઈકોર્ટે હવે નોટિસ જારી કરી છે અને આ મામલે સુનાવણીની તારીખ 8મી જાન્યુઆરી નક્કી કરી છે.

જો કે, સ્વામીએ જણાવ્યું હતું કે તેમની આરટીઆઈ અરજી જુદા જુદા વિભાગો વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવી હતી અને આરટીઆઈનો જવાબ આપવાની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવા છતાં પણ તેને બંધ કરવામાં આવી હતી. જ્યારે તેમણે પ્રથમ વખત અપીલ કરી ત્યારે તેનું અલગ-અલગ વિભાગોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સ્વામીએ માર્ચ 2023માં મુખ્ય માહિતી આયોગ (CIC) સમક્ષ બીજી અપીલ દાખલ કરી હતી. પરંતુ તે અંગે પણ કોઈ જવાબ મળ્યો ન હતો.