રાજકોટની યુવતીને તેના ફિયાન્સ સાથે ઝઘડો થયા બાદ અમદાવાદ જતી રહ્યા બાદ તેના ફિયાન્સના મિત્ર જૂનાગઢના ડી.કે.ઓડેદરાને તેના ફિયાન્સને સમજાવવા માટે વાત કરવા ગયેલા ત્યારે વાતનું રેકોર્ડિંગ કરી મિત્રતાનો ફાયદો ઉઠાવી વાતચીતનું રેકોર્ડિંગ તારા ફિયાન્સને મોકલી આપીશ કહી તેના પર દુષ્કર્મ ગુજારી તેણીના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી બ્લેકમેલ કરી રૂપિયા પણ પડાવી લઈ વધુ રૂપિયાની માંગણી કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી અમદાવાદ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમને છ વર્ષ પહેલાં જૂનાગઢમાં આરોપી ડી. કે. ઓડેદરા સાથે તેના ફિયાન્સ થકી ઓળખાણ થઈ હતી. તેમની સગાઈ બે વર્ષ પેહલાં થઈ હતી. બાદમાં આરોપી સાથે ક્યારેય મળવાનું થયું ન હતું. પરંતુ તેણીની સગાઈ વર્ષ 2021માં થતાં તેના ફિયાન્સ થકી આરોપી સાથે વાતચીત થતી હતી. સગાઈ બાદ તેણીને તેના ફિયાન્સ સાથે અવારનવાર ઝઘડો થતાં બંને વચ્ચે મનમેળ ન રહેતા તેણી અમદાવાદ જતી રહેલ હતી.
ઇન્સ્ટાગ્રામમાં વીડિયોમાં કોમેન્ટ
દરમિયાન આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં વીડિયો મૂકેલો હતો જેમાં તેણીએ કોમેન્ટ કરતાં આરોપીનો તેમને મેસેજ આવેલા અને બાદમાં બંનેએ વાતચીત કરેલી હતી. બાદમાં તેણીએ આરોપીને મોબાઈલ નંબર મોકલેલો અને તે પણ અમદાવાદ હોવાની વાત કરતાં તેણી તેની પ્રહલાદ રોડ પર આવેલી ઓફિસે આરોપી મિત્ર હોવાથી મળીને તેના ફિયાન્સને સમજાવવાનું કહેવા માટે વ્હેલી સવારે પાંચ વાગ્યે મળવા ગઈ હતી.
બાવડું પકડી બેસાડી દિધેલી
પ્રથમ પાર્કિંગમાં વાત કરેલ બાદ બિલ્ડિંગમાં 11મા માળે આવેલી ઓફિસમાં મળેલા અને બે કલાક વાતચીતમાં તેનો ફિયાન્સ તેની સાથે ઝઘડો કરે છે તે વાત કર્યા બાદ ત્યાંથી તેણીએ જવાનું કહેતાં આરોપીએ તેનું બાવડું પકડી બેસાડી દિધેલી અને તે દરમિયાન તેણીએ વાતચીતમાં તેના ફિયાન્સને આપેલી ગાળોનું રેકોર્ડિંગ કરી પોતાને સંભલાવેલુંઅને કહેલું કે, હું તારા ફિયાન્સને રેકોર્ડિંગ મોકલીશ તો તે મારૂ જ માનશે, તારૂં કંઈ માનશે નહીં જેથી તારે હું કહું તેમ જ કરવાનું કહેતાં તે ત્યાંથી નીકળી ગઈ હતી.