Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષઃ-

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ચાલી રહી હોય તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવે તેવી શક્યતા છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઇ પાડોસી કે બહારના વ્યક્તિ સાથે કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે. તમારા કામ ઉપર જ ધ્યાન આપો. ભાઇઓ સાથે ચાલી રહેલાં કોઇ વિવાદને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય વધારે લાભદાયક તો નથી, છતાંય ગતિવિધિઓમાં થોડો સુધાર લાવશો.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ મજબૂત જાળવી રાખવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ- અનિયમિત દિનચર્યાના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- રચનાત્મક તથા ધાર્મિક ક્રિયાઓ પ્રત્યે રસ વધશે. પડકારનો સ્વીકાર કરવો તમારા માટે ઉન્નતિના માર્ગ ખોલી શકે છે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું માન-સન્માન જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- અચાનક જ કોઇ મોટો ખર્ચ સામે આવવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવું જરૂરી છે. બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિઓના કારણે ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ઉદેશ્યને લઇને કોઇ નજીકની યાત્રા શક્ય છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- નાની-મોટી બીમારીઓના કારણે પરેશાની થઇ શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આજે થોડા અનુભવી અને વડીલ લોકોના માર્ગદર્શનમાં ઘણું શીખવા મળી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બની શકે છે. જ્યાં તમે આત્મિક અને માનસિક સુકૂન પણ અનુભવ કરશો.

નેગેટિવઃ- પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં પણ ધ્યાન આપવું જરૂરી છે. આ સમયે કોઇપણ પ્રકારના રોકાણને હાલ ટાળી દો. સંપત્તિને લગતી કોઇપણ ગતિવિધિઓને વધારે ધ્યાન આપીને કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કામકાજમાં આજે કોઇ ખાસ સફળતા પ્રાપ્ત થશે નહીં.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- વ્યવસ્થિત દિનચર્યા તથા ખાનપાન તમને સ્વસ્થ અને ઊર્જાવાન રાખશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમેય કોઇપણ કાર્યને ઉતાવળની જગ્યાએ ધૈર્ય પૂર્વક કરો, ચોક્કસ જ તમને લાભદાયક પરિણામ પ્રાપ્ત થશે. કોઇ સાથે વાદ-વિવાદ ચાલી રહ્યો છે, તો સમજણ અને વિવેકથી કામ લેવું સમસ્યાઓનો ઉકેલ કરશે.

નેગેટિવઃ- કોઇપણ જોખમી કાર્યમાં આજે બિલકુલ પણ પોતાનું ધ્યાન ન લગાવો. યાત્રા કરતી સમયે અજાણ્યા વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળો. કોઇપણ નિર્ણય લેતી સમયે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવો ફાયદાકારક સાબિત થશે.

વ્યવસાયઃ- લોકો સાથે હળવા-મળવામાં વધારે ધ્યાન આપો.

લવઃ- કામનો ભાર વધારે હોવા છતાં પરિવાર માટે સમય કાઢવો તમને સુખ આપશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે તમે આકરી મહેનત તથા આત્મવિશ્વાસ દ્વારા તમારા કાર્યોમાં ધ્યાન લગાવશો, સારા પરિણામ પણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે-સાથે અન્ય ગતિવિધિઓમાં પણ સફળતા મળશે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી આત્મિક શાંતિ પણ મળશે.

નેગેટિવઃ- ઘરના કોઇ સભ્યના લગ્નજીવનમાં પરેશાની આવવાથી તણાવ રહેશે. આ સમયે વાણી અને ગુસ્સા ઉપર કાબૂ રાખો. યુવા વર્ગ મસ્તી અને મિત્રો સાથે સમય પસાર કરીને પોતાના કરિયર સાથે બેદરકારી ન કરે.

વ્યવસાયઃ- કારખાના, ફેક્ટ્રી વગેરે લોખંડને લગતા વ્યવસાયમાં લાભદાયક પરિસ્થિતિઓ બનશે તથા સારા ઓર્ડર પણ મળશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે બાળકોની કોઇ સમસ્યાઓને લઇને વિવાદ રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમે તમારા મનોબળમાં ઘટાડો અને નબળાઇ અનુભવ કરશો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજના ગ્રહ ગોચર તમારા માટે ઉત્તમ સમયનું નિર્માણ કરી રહ્યા છે. બાળકોને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ચિંતા દૂર થશે. કોઇપણ મહત્ત્વૂપર્ણ કાર્યમાં વડીલોની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ- તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. કોઇ ગેર કાયદેસર કાર્યોમાં ગુંચવાશો નહીં. વિદ્યાર્થી વર્ગ મનોરંજન સાથે-સાથે પોતાના અભ્યાસ પ્રત્યે પણ ધ્યાન આપો. કોઇને પણ રૂપિયા ઉધાર આપનું ટાળો.

વ્યવસાયઃ- આ સમય ખૂબ જ વધારે મહેનતથી કામ કરવાનો છે. નજીકના ભવિષ્યમાં તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફાર આવવાના કારણે શરદી અને તાવ જેવી પરેશાનીઓ થઇ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સમય કોઇ નવું કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચારો રાખવા તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મ પ્રત્યે રસ રાખવો તમારા સ્વભાવને વધારે વિનમ્ર બનાવશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે.

નેગેટિવઃ- એક વાતનું ધ્યાન રાખવું કે કોઇના ઉપર પણ વધારે વિશ્વાસ કરવો નહીં, તમને દગો મળી શકે છે. આ સમયે કોઇપણ યાત્રાને ટાળવું તમારા માટે યોગ્ય રહેશે. કોઇપણ અયોગ્ય કાર્યમાં રસ ન લેશો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે ચર્ચા-વિચારણં કરવા તથા તણાવ લેવાથી માથાનો દુખાવો અને પેટ ખરાબ થવાની સમસ્યા રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ અસંભવ કાર્ય અચાનક જ બનવાથી મનમાં ખૂબ જ વધારે પ્રસન્નતા રહેશે. તમારા રાજનૈતિક સંબંધોને વધારે મજબૂત કરો, આ સંબંધ તમારા માટે ઉન્નતિદાયક રહેશે. વિદ્યાર્થીઓને કોઇ ઇન્ટરવ્યૂ કે પ્રતિયોગિતા પરીક્ષામાં સફળતા મળશે.

નેગેટિવઃ- હરવા-ફરવા તથા મોજ-મસ્તીમાં ખર્ચ કરતી સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કોઇ સાથે પણ વાદ-વિવાદની સ્થિતિ ઊભી થાય નહીં તેનું ધ્યાન રાખવું. તેની નકારાત્મક અસર તમારા માન-સન્માન ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- બહારના ક્ષેત્રને લગતો વ્યવસાય સારી સફળતા પ્રદાન કરશે.

લવઃ- પરિવાર સાથે કોઇ ઉત્સવ વગેરેમાં સામેલ થવાનો અવસર મળશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા રહેશે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આજે તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર લાવશો તથા સારા પરિણામ પણ પ્રાપ્ત થશે. અટવાયેલાં રૂપિયા પણ ટુકડાઓમાં મળી શકે છે, જેના દ્વારા તમારી આર્થિક સ્થિતિ થોડી સારી થઇ જશે. ફાયનાન્સને લગતા કાર્યોમાં પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારા દ્વારા કોઇપણ વડીલ વ્યક્તિનું અપમાન થાય નહીં. ક્યારેક તમારી ચંચળતા તમારા લક્ષ્યથી ભટકી શકે છે. જોખમી કાર્યોથી દૂર રહો. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન રહી શકે છે.

વ્યવસાયઃ- સમય તમારા પક્ષમાં છે. કોઇ કર્મચારીનો નકારાત્મક વ્યવહાર તમને પરેશાન કરી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન તથા દિનચર્યા પ્રત્યે બેદરકારી તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- દરેક કામને યોજનાબદ્ધ રીતે કરવું તથા એકાગ્રચિત્ત રહેવું તમને સફળતા પ્રદાન કરશે. રોકાણને લગતી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ સફળ થશે. મહેમાનો ઘરે આવવાથી સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- કોઇની સાથે પણ ચર્ચા-વિચારણાં કરતી સમયે તમારા ગુસ્સા અને ઈગો ઉપર કાબૂ રાખો. ક્યારેક-ક્યારે વધારે ચર્ચા-વિચારણાંથી કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિથી સમય અનુકૂળ છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઇપણ કાર્યને કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી લેવી, તેનાથી તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. તમે તમારી સમજણ દ્વારા કોઇ મુંજવણનું સમાધાન મેળવવામાં પણ સક્ષમ રહેશો. આવક અને વ્યયમાં સમાનતા જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે તમારી જ કોઇ જિદ્દના કારણે સંબંધ ખરાબ થઇ શકે છે. સંબંધોની મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી છે. અન્ય ઉપર વધારે ડિસિપ્લિન ન રાખીને તમારા વ્યવહારમાં લચીલાપણું લાવો.

વ્યવસાયઃ- કોઇની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઇગોને લઇને કોઇ વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે સ્વાસ્થ્ય નરમ રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે ઉતાવળની જગ્યાએ શાંતિથી પોતાના કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો.

નેગેટિવઃ- ક્યારેક ઘમંડ અને અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યો માટે ઉધાર કે લોન લેતી સમયે ફરી વિચાર કરો.

લવઃ- તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ તથા ખભાનો દુખાવો પરેશાન કરી શકે છે.