વડોદરાની 3 મહિલા ઈઝરાયલ-હમાસના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલી છે. તેમના પરિવાર દ્વારા વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટને ઈઝરાયલમાં ફસાયેલા તેમના પરિજનોને વહેલીતકે વડોદરા પરત લાવવા રજૂઆત કરાઈ હતી. સાંસદ દ્વારા પરિવારો પાસેથી તમામ માહિતી મેળવીને વિદેશ મંત્રાલયને મોકલી આપી છે અને તેમને પરત દેશમાં લાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.