Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આગામી 14 ફેબ્રુઆરીથી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ સામસામે ટકરાશે. જેમાં શરૂઆતની છ મેચ વડોદરામાં રમાશે. આ પહેલાં આજે ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. આ ઉપરાંત મુંબઈ ઇન્ડિયન્સની મુંબઈથી વડોદરા આવી પહોંચી હતી. આવતીકાલે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ પણ પ્રેક્ટિસ કરશે.

ગુજરાત જાયન્ટસની ખેલાડી સિમરન શેખે જણાવ્યું હતું કે, પહેલી સિઝનમાં મને ડ્રોપ કર્યા બાદ મેં ખૂબ જ મહેનત કરી હતી. જેથી આ વર્ષે ઓક્સનમાં મને ખૂબ મદદ મળી હતી. હું જ્યારે નાની હતી અને ગલી ક્રિકેટ રમતી હતી, ત્યારે હું છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. જેથી લોકો મને કહેતા હતા કે તું કેમ છોકરાઓ સાથે ક્રિકેટ રમે છે. જોકે, મેં લોકોની વાતો સાંભળ્યા વગર ક્રિકેટ પર ધ્યાન આપ્યું હતું. છોકરાઓને જોઈ જોઈને હું ક્રિકેટ રમતા શીખી છું.