રાજકોટ-જામનગર હાઇવે પર બાઇકે વૃદ્ધને ઠોકરે ચડાવી રામ રમાડી દીધા છે. જ્યારે બાઇક સવાર બે વ્યક્તિને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. પરાપીપળિયાની એકતા સોસાયટીમાં રહેતા સુરેશભાઇ અનંતપ્રસાદ પંડિત નામના વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોય સોમવારે સાત વાગ્યે પગપાળા નોકરીએ જતા હતા. ખંઢેરી સ્ટેડિયમ પાસે પહોંચતા એક ડબલસવારી બાઇકે ઠોકરે ચડાવતા ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. જ્યાં વૃદ્ધે દમ તોડ્યો હતો. જ્યારે જેતપુરના જશ પરેશભાઇ પાદરિયા અને મનોજ વેદાજી રાઠોડને ઇજા પહોંચી હતી.