જાંબુઘોડા બોડેલી રોડ પર ગરબા જોઇને 3 સવારી પરત ફરતા બાઇકરનો ટેમ્પલ સાથે ભટકાતાં ગોઝારો અકસ્માત સજાર્યો હતો. આ અકસ્માતમાં બોડેલીના ટીંબી ગામના બે અને એક માસાબાર ગામના યુવાનના મોત નિપજયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી. જોકે નવરાત્રિના અવસરે જ 3 આશાસ્પદ યુવાનોના મોતને પગલે પરિવારજનોમાં શોકની કાલિમા છવાઇ હતી. તો ઉત્સાહનો પર્વ માતમમાં પલટાયો હતો.
જાંબુઘોડા બોડેલી રોડ ઉપર આવેલ રનભૂન ઘાટી પાસે ક્રૂઝર ટેમ્પો, ટ્રેકસ જીપ તેમજ પલ્સર બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક સવાર ત્રણ યુવાનોના થયેલા મોત નિપજયા હતા. ત્રણ મિત્રો જાંબુઘોડા ખાતે ગરબા જોવા આવ્યા હતા. જેઓ રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ ગરબા જોઈને ઘેર પરત જઈ રહ્યા હતા તે સમયે એમ.પી.ની ક્રૂઝર જીપ સાથે પલ્સર બાઈક ભટકાતાં ત્રણ આદિવાસી યુવાન મિત્રોના મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.