Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં બિગ ડેટા, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વિસ્તરણ જે ગતિએ થઇ રહ્યું છે, તે જ ગતિએ ટેક જોબ પણ વધી રહી છે. બિઝનેસ સોલ્યુશન પ્રોવાઇડર ક્વેશ કોર્પ અનુસાર, ગત વર્ષે ઑક્ટોબરથી ચાલુ વર્ષના માર્ચ સુધીમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC)માં એનાલિટિક્સ જોબ 900% વધી છે. જ્યારે સાઇબર સિક્યોરિટીથી જોડાયેલી નોકરીઓ 214% વધી છે તેમજ ક્લાઉડ એક્સપર્ટ્સની માગ પણ એક વર્ષ પહેલાની તુલનામાં 31 ટકા વધુ રહી છે.


વાર્ષિક ડિજિટલ સ્કિલ રિપોર્ટ 2024 અનુસાર, ગત વર્ષે કુલ ટેકનિકલ નોકરીઓમાં 66%થી વધુ માં ડેવલપમેન્ટ, ઇઆરપી (એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ), ટેસ્ટિંગ, ડિઝાઇન, એન્જિનિયરિંગ અને નેટવર્કિંગ જેવા પાંચ ક્ષેત્રમાં જોવા મળી હતી. સમગ્ર આઇટી સેક્ટરમાં એનાલિનિટ્કસની માંગ 256%, સાઇબર સિક્યોરિટી નિષ્ણાતની માંગ 215% અને ક્લાઉડ નિષ્ણાંતની માંગ 16% વધી છે.

ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સમાં 74% માંગ: 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ટેકનિકલ સ્કિલમાં કુલ માંગમાં 74% હિસ્સો ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનો રહ્યો હતો. 16% માંગ એન્ટરપ્રાઇઝ ક્લાઇન્ટ્સની તેમજ 10% અન્ય રહી હતી. દેશમાં જીસીસીની સંખ્યા વધવાથી ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે જોબનું આઉટલુક પણ શાનદાર છે.