હવાઇના કોના કોફીના ખેડૂતોએ તાજેતરમાં જ પાંચ વર્ષથી ચાલતી કાનૂની લડાઇ જીતી લીધી છે. આ લડાઇ કોનાના નામ પર વેચાતી નકલી કૉફીની વિરુદ્ધ હતી. કોના ખેડૂતોએ ખોટી રીતે કોનાના નામનો ઉપયોગ કરીને કૉફી વેચતા 20થી વધુ ડિસ્ટ્રીબ્યૂટર્સ અને રિટેલર્સ પાસેથી અનેક તબક્કામાં અંદાજે 341 કરોડ રૂપિયાથી વધુનું સેટલમેન્ટ જીત્યું છે. હવાઇ અને વિશ્વની અન્ય કોફીના એક નવા કેમિકલ એનાલિસિસથી આ કેસ જીતવામાં સફળતા મળી હતી.
ઉટાહ યુનિવર્સિટીના બાયોલૉજિસ્ટ જેમ્સ એહલરિંગરે કોના ફાર્મ્સના 150 થી વધુ સેંપલ્સનું કેમિકલ વિશ્લેષણ કર્યું હતું અને કૉફીમાં મળી આવતા સ્ટ્રોન્ટિયમથી લઇને ઝિંક, બેરિયમ અને નિકલ સુધી અનેક તત્વોની ઓળખ કરી હતી. તે મૂળ કોના કૉફીને નૉન કોના કૉફીથી અલગ કરે છે. આ વિશ્લેષણમાં સાબિત થયું કે કોનાના નામ પર વેચાતી નકલી કૉફીમાં તે ઇંગ્રીડિઅન્ટ્સ છે જ નહીં, કોના વિસ્તારમાં જ્વાળામુખીના ઉચ્ચપ્રદેશ પર ઉગાડવામાં આવતી કોફીમાં મળી આવે છે.
હવે કોના મિશ્રિત કોફી વેચતી કંપનીઓએ પોતાની પ્રોડક્ટના લેબલ પર કોના બીન્સની ટકાવારી લખવી પડશે. હવાઇ ટાપુના કોના જિલ્લામાં રેંચો અલોહા કૉફી ફાર્મના માલિક બ્રૂસ કોર્કરે કહ્યું કે “કોફીના અનેક અન્ય ડિસ્ટ્રીબ્યૂટર પણ છે જેમણે પોતાના માર્કેટિંગમાં કોનાના નામનો દૂરુપયોગ કર્યો છે, આ કેસમાં જીત આ પ્રકારના લોકો માટે એક સબક હશે.