દેશના શિપયાર્ડ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સે ફ્રાન્સીસી ટેક્નિકમાં મહારત હાંસલ કરતા 3, સ્કોર્પીન શ્રેણીની સબમરીન બનાવવાનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. આ શ્રેણીની 6 સબમરીન ફ્રાન્સના નવાલ ગ્રૂપ દ્વારા ટેક્નોલોજી ટ્રાન્સફરથી બનાવવામાં આવેલી છે. નવી સબમરીનથી ભારત ચીનને પડકારી શકશે.
ફ્રાન્સની સહાયક કંપની એનજીઆઈ ઈન્ડિયાના પ્રમુખ એડમિરલ રાહુલ શ્રાવતે કહ્યું કે નવી સબમરીનોમાં 60% સ્વદેશી સામાન હશે. રક્ષા મંત્રાલયની લીલી ઝંડી મળ્યા પછી 5 વર્ષની અંદર પહેલી સબમરીન મળી જશે.
દરેક વર્ષ પછી બીજી અને ત્રીજી સબમરીનની ડિલિવરી થશે. સ્કોર્પીન પ્રોજેક્ટ પછી ભારતની સબમરીન નિર્માણ ક્ષમતામાં ઘણો વધારો થયો છે. નવાલ ગ્રૂપ ઈન્ડિયા નૌસેના અને ડીઆરડીઓ સાથે એઆઈપી સિસ્ટમ્સ પર કામ કરી રહ્યું છે.