Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગત વર્ષે 15 ઑગસ્ટે અફઘાનિસ્તાનની સત્તા ઉપર કબજો કરનાર આતંકી સંગઠન તાલિબાને પહેલીવાર કોઈ બીજા દેશ સાથે બિઝનેસ ડીલ કરી છે. તાલિબાનની સરકારે રશિયા સાથે ડિસ્કાઉન્ટ રેટ ઉપર ઓઈલ, LPG અને ઘઉંની ખરીદીનો કરાર કર્યો છે. તાલિબાનના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર હાઝી નૂરદ્દીને આ ડીલ અંગેની પુષ્ટી કરી છે.


આ મામલે ખાસ વાત એ છે કે રશિયા સહિત અન્ય દેશો હજુ સુધી અફઘાનિસ્તાનની આ તાલિબાનની સરકારને માન્યતા આપી નથી. ભારતને માનવતાના આધાર ઉપર અફઘાનિસ્તાનને 50 ટન ઘઉં અને દવાઓ મોકલી હતી.

'બ્લૂમબર્ગ'ના રિપોર્ટ મુજબ રશિયાએ અફઘાનિસ્તાનને ઓછી કિંમતે ઓઈલ અને ખાસ કરીને ડિઝલ સપ્લાઈની ઓફર આપી હતી. પછી વાત આગળ વધી હતી અને ડીલમાં LPGની સાથે ઘઉં પણ સામેલ થયા હતા. હવે એ જોવાનું રહેશે કે તાલિબાનની સરકાર પેમેન્ટ કેવી રીતે કરશે, કારણ કે તેઓ ઈન્ટરનેશનલ બેન્કિંગ સિસ્ટમથી બહાર છે અને અમેરીકાએ તેમના તમામ એસેટ્સ ફ્રીઝ કરી દીધા છે.

નૂરદ્દીને ડીલ વિશે કહ્યું હતું કે 'અમે અમારા ટ્રેડિંગ પાર્ટનર્સ વધારવા માગીએ છીએ. રશિયાએ અમને સસ્તામાં તેલ, ઘઉં અને ગેસ ખરીદવાની ઓફર કરી હતી. એટલે આ ડીલ થઈ છે.'

યુક્રેન પર હુમલાને લઈને રશિયા પહેલેથી જ અમેરીકા અને પશ્ચિમી દેશોની આંખમાં કણીની જેમ ખુંચી રહ્યું છે. ત્યારે હવે તાલિબાન સાથેવી ડીલને લઈને તેમની નારાજગી વધવી નક્કી છે.

પશ્ચિમી દેશોની માગ છે કે તાલિબાન હ્યુમન રાઈટ્સની હાલાત જલ્દીથી સુધારે. તેમાં પણ સૌથી પહેલા મહિલાઓને શિક્ષા સહિત દરેક ક્ષેત્રોમાં સમાન હક આપવામાં આવે. આ પછી તાલિબાનની સરકારને માન્યતા આપવા અંગે વિચાર કરવામાં આવશે. હાલ અત્યારે કાબુલમાં અમુક દેશોની એમ્બેસી જરૂર છે, પણ તેમાં હાઈલેવેલ ડિપ્લોમેટ્સ નથી.