ભાવનગર નજીકના ગામે 17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકને કારણે મૃત્યું થયું હતું. માઢીયા ગામે રહેતા વિજય ગગજીભાઇ ચૌહાણ (ઉ.વ.17) ને બેથી ત્રણ દિવસ અગાઉ શરીરમાં સાંધામાં અચાનક દુખાવો અને બળતરા ઉપડી હતી. ત્યારે પરિવારજનો હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ સર.ટી.ના ડોક્ટરોએ યુવકને હોસ્પિટલમાંથી રજા આપી હતી ત્યારે રજાના એક દિવસ રહ્યા બાદ ગઇકાલે વિજયે અચાનક તબિયત ખરાબ થતી હોવાનું જણાવ્યું હતું અને ફરીથી શરીરમાં દુ:ખાવા સાથે છાતીમાં પણ દુ:ખાવો થતાં તાત્કાલિક સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં ડોક્ટરે વિજયને મૃત જાહેર કર્યો હતો.તબીબે પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેક આવવાથી મોત થયાનું જણાવ્યું હતું. બીજી તરફ રાજકોટમાં મંગળવારે એકસાથે ત્રણ વ્યક્તિ ધબકારા ચૂકી ગયા હતા અને પંદર દિવસમાં 10થી વધુ લોકોના હાર્ટએટેકથી મૃત્યુ થયા છે ત્યારે એક યુવક સહિત વધુ બે વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા હતા.