પરંપરાગત રીતે મોટાભાગની કંપનીઓએ તેમની બ્રાન્ડ ઓળખ બનાવવા માટે લોગો, નામ ડિઝાઇન સ્ટાઈલ જેવી બાબતો પર વધુ ધ્યાન આપે છે. તે ઇચ્છે છે કે ગ્રાહકો એક જ નજરમાં કહી શકે કે કઈ બ્રાન્ડ કઈ કંપનીની છે. આ ધ્યેયને ધ્યાનમાં રાખીને સુગંધ વધુને વધુ કંપનીઓ માટે બ્રાન્ડ વ્યૂહરચનાનો એક ભાગ બની રહી છે. કંપનીઓ તેમની ઓફિસ, શોરૂમ કે આઉટલેટમાં ખાસ પ્રકારની સુગંધનો ઉપયોગ કરે છે. આ માટે સારું બજેટ પણ જરૂરી છે.
ખાસ તૈયાર કરવામાં આવેલી આ સુગંધને બનાવવા માટે 4 લાખથી 54 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ સિવાય સુગંધ ફેલાવવા અને તેની જાળવણી માટે એક અલગ સેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં દર મહિને હજારોનો ખર્ચ થાય છે. સૌથી મોટો પડકાર એવી સુગંધ બનાવવાનો છે જે ઉપભોક્તાને કંપની સાથે સંકળાયેલા રાખે.