કેનેડામાં મંગળવારથી લાગુ નવા નિયમ પ્રમાણે ભારત સહિત અન્ય દેશોના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આગામી સપ્ટેમ્બરથી પ્રતિ સપ્તાહ માત્ર 24 કલાક જ પોતાની કોલેજની બહાર કામ કરવાની મંજૂરી મળશે.
આ જાણકારી કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આપી હતી. મિલરે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને પ્રતિ સપ્તાહ 20 કલાકથી વધારે ઑફ કેમ્પસ કામ કરવાની મંજૂરી આપતી નીતિ 30 એપ્રિલ સુધી જ લાગુ રહેશે. સાથે જ સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નોમિનેશનમાં વધારા પર રોક મુકી છે.
તેથી સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓ પ્રતિ સપ્તાહ 25 કલાક સુધી કામ કરી શકશે. આ નિયમના કારણે તેઓ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકશે. ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાને કોરોના દરમિયાન કામના કલાકો પર 20 કલાકની મર્યાદા દૂર કરી હતી.