Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હવે જંગ ખેલાશે. ત્યારે આમ આદમી પાર્ટીએ તો 108 ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હજી જાહેર થયા નથી.આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની સંકલન સમિતીની બેઠક યોજાશે. જેમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે. આ બેઠકમાં 182 બેઠકો પર ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચાઓ થશે. 182 બેઠકો માટે ઉમેદવારોના નામો નક્કી કરવા ગુરૂવારથી સળંગ ત્રણ દિવસ માટે આ સમિતિ કમ સ્ટેટ બોર્ડની બેઠકો શરૂ થવા જઈ રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે ત્યારે ભાજપે જાન્યુઆરી-2022માં જાહેર કરેલા સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડનું નામ બદલીને 'ચૂંટણી પસંદગી સમિતિ' કર્યુ છે. ગુજરાત વિધાનસભાની જ્યાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં એક એક બેઠક માટે નિરીક્ષકોના અહેવાલોના આધારે જીતે તેવા ઉમેદવારોના નામો અલગ તારવીને છઠ્ઠી અને સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામા આવશે. સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડમાં 14 સભ્યોનો જ સમાવેશ થતો હતો. છેલ્લી ઘડીએ તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો પણ તેમાં સમાવેશ થયો છે.

ગાંધીનગર સ્થિત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને બંગલાની બહાર મોટો મંડપ બંધાયો છે. અગાઉ સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડમાં 14 સભ્યો હતા. જેમાં સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, વિજય રૂપાણી, નીતિન પટેલ, બે પૂર્વ મંત્રી ફળદૂ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્ર પટેલ, ત્રણ સાંસદો અનુક્રમે રાજેશ ચુડાસમા, ડો.કિરીટ સોલંકી અને જશવંતસિંહ ભાભોર તેમજ પૂર્વ મેયર કાનજી ઠાકોર ઉપરાંત મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દિપિકા સરડવાનો સમાવેશ કરાયો હતો. હવે કુલ 17 સભ્યો એક બેઠક ઉપર ત્રણથી પાંચ નામોની પેનલ તૈયાર કરશે.