Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સરકારની રાજકોષીય ખાધ ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં સમગ્ર વર્ષના લક્ષ્યાંકના 39.3%ના સ્તરે પહોંચી હતી, જે ગત વર્ષે નોંધાયેલી 37.3%ની રાજકોષીય ખાધની તુલનાએ આંશિક વધુ હતી. આવક અને ખર્ચ વચ્ચેનું અંતર સપ્ટેમ્બર 2023ના અંતે રૂ.7.02 લાખ કરોડ હતું. સામાન્ય બજેટમાં સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન રાજકોષીય ખાધને ઘટાડીને જીડીપીના 5.9%ના સ્તરે લાવવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

વર્ષ 2022-23 દરમિયાન રાજકોષીય ખાધ અગાઉના 6.71%ના અંદાજની તુલનાએ 6.4% હતી. જ્યારે ટેક્સની આવક રૂ.11.60 લાખ કરોડ એટલે કે વાર્ષિક લક્ષ્યાંકના 49.8% હતી. એપ્રિલ-સપ્ટેમ્બર 2022-23 દરમિયાન, ટેક્સ કલેક્શન વાર્ષિક બજેટના લક્ષ્યાંકના 52.3% હતું.