ઉત્તરાખંડમાં આગામી 8-9 ડિસે.ના રોજ યોજાનારી ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના ભાગરૂપે ગુજરાતના વાઇબ્રન્ટ રાજ્યમાં રોડ શો યોજાયો હતો. જેમાં ઉત્તરાખંડમાં જે અઢળક રોકાણની તકો વિશે ગુજરાતની કંપનીઓને આહ્વવાન કરાયું હતું. ઉત્તરાખંડ સરકારનો આ રોડ શો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની ઉપસ્થિતીમાં કરાયો હતો. ગુજરાતની ફાર્મા, ફુડ, હોસ્પિટાલિટી, એજ્યુકેશન સેક્ટરની સરેરાશ 55 જેટલી કંપનીઓએ ઉત્તરાખંડમાં 20 હજાર કરોડથી વધુના રોકાણ પર એમઓયુ સાઇન કર્યા હતા.
ગુજરાતને મુખ્ય સ્થળોમાંના એક તરીકે પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ ગુજરાતના લોકો ઉદ્યોગસાહસી છે અને દેશમાં જ નહીં વિદેશમાં પણ ઉદ્યોગ જગતમાં પગદંડો જમાવ્યો છે. તેમજ ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચેના આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા અને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું. CII ઉત્તરાખંડ રોકાણકારો સમિટ માટે સત્તાવાર નેશનલ પાર્ટનર રહ્યું છે.
ગુજરાત દેશના ઔદ્યોગિક અને વ્યવસાયિક લેન્ડસ્કેપમાં મોખરે રહ્યું છે, જે તેના દૂરંદેશી નેતૃત્વ, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અનુકૂળ વ્યવસાયિક વાતાવરણ માટે જાણીતું છે. બીજી બાજુ, ઉત્તરાખંડ, તેની કુદરતી સુંદરતા અને રોકાણ માટે અનુકૂળ નીતિઓ સાથે, નોંધપાત્ર વૃદ્ધિ અને વિકાસ માટે તૈયાર છે.