સાઉદી અરબની સોફ્ટ ડિપ્લોમસીનું નવું ચેપ્ટર અલ-સુવૈદી ફેસ્ટ સાથે શરૂ થઈ ગયું. સાઉદીના આ વર્ષના આયોજનને ખાસ રીતે ભારત પર કેન્દ્રિત કર્યું છે. 49 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટનો પહેલો તબક્કો ભારતીય વ્યંજનોને સમર્પિત છે.
આ ફેસ્ટમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સંસ્કૃતિઓને એકસાથે માળાની જેમ મૂકવામાં આવી છે. ફેસ્ટ મારફતે 29 લાખ ભારતીય, 26 લાખ પાકિસ્તાની અને 20 લાખ બાંગ્લાદેશી સમાજને નજીક લાવવાની કોશિશ થઈ રહી છે. રાજસ્થાની ઢોલકના તાલે નાચતી કઠપૂતળીઓ, પાણીપૂરીનો સ્વાદ લેતા ચહેરા, તેમજ વિવિધ વ્યંજનો વચ્ચે એકતાની ભાવના ઉભરાયને સામે આવી રહી છે. ફેસ્ટમાં બોલિવૂડનાં ગીતો પર લોકો નાચતા દેખાય છે. આ ફેસ્ટિવલ માત્ર મનોરંજનનું સાધન નથી, પણ દક્ષિણ એશિયાઈ સમાજો વચ્ચે વધતા સુમેળ અને સાઉદી આરબના બદલાતા વિચારોનું પ્રતીક છે.