કૃષ્ણ મોહન તિવારી અયોધ્યામાં રામલલ્લાનો ‘500 વર્ષનો વનવાસ’ પૂરો થવામાં હવે માત્ર 77 દિવસ બાકી રહ્યા છે. 22 જાન્યુઆરી, 2024એ ભવ્ય રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સાથે જ રામલલ્લાને તેમના મૂળ સ્થાને બિરાજિત કરવામાં આવશે. આ ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ 16 જાન્યુઆરીથી 22 માર્ચ સુધી ચાલશે. વડા પ્રધાન, રાષ્ટ્રપતિ સહિત 135 દેશના પ્રતિનિધિ ભાગ લેશે. સોમવારથી ગામેગામ-ઘેરઘેર નિમંત્રણ આપવાનું કામ શરૂ થઈ ગયું છે.
રામમંદિર સાથે જોડાયેલા પદાધિકારી શરદ શર્માએ જણાવ્યું હતું કે આ માટે 5 નવેમ્બરે દરેક રાજ્યથી આવેલા અમારા પ્રતિનિધિઓને એક કળશમાં સવા 5 કિલો અક્ષત અને હળદળ અપાયાં છે. તેઓ રાજ્યથી જિલ્લા અને જિલ્લાથી ગામડાં સુધી ઘેરઘેર નિમંત્રણ આપશે. અંદાજે 5 લાખ ગામોમાં પહોંચશે. સાથે જ લોકોને આગ્રહ પણ કરસે કે 22 જાન્યુઆરીએ મુખ્ય કાર્યક્રમના દિવસે પોતાના ગામ કે ઘરના મંદિરમાં જીવંત પ્રસારણની સાથેસાથે વિશેષ પૂજાઅર્ચના કરે શંખ અને ઘંટાનો ગુંજારવ કરે. ઉત્સવ મનાવે અને સાંજે દીપોત્સવ મનાવે. પ્રાણપ્રતિષ્ઠા માટે દેશ-વિદેશથી 6 હજાર મહેમાનોની યાદી તૈયાર કરાઈ રહી છે.
વૈદિક પરંપરા પ્રમાણે રામલલ્લાની પ્રતિમાનાં અનુષ્ઠાન શરૂ થશે. ગર્ભગૃહને સરયુનાં જળથી શુદ્ધ કરાશે. દેવતાઓને નિમંત્રણ પાઠવાશે. 17 જાન્યુ.; રામલલ્લાની ત્રણ પ્રતિમા બની રહી છે. ગર્ભગૃહમાં બિરાજિત થનારી 51 ઈંચની પ્રતિમાને નગરચર્યા કરાવાશે. રામલલ્લાનું વર્તમાન સ્વરૂપ ગર્ભગૃહમાં રહેશે અને બાકીની બે પ્રતિમામાંથી એકને ઉત્સવ પ્રતિમા તરીકે રખાશે. 23-16 જાન્યુ; 23મીથી દર્શન કરી શકાશે. 26થી ટ્રસ્ટ તબક્કાવાર રાજ્ય સરકારો થકી સમગ્ર દેશના લોકોને પણ બોલાવશે. દર્શન સવારે 6થી 12 અને બપોરે 2થી 6 સુધી જ થઈ શકશે.